જન્મદિવસના દિવસે જ દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, સાવ એટલે સાવ નાની એવી વાતમાં દીકરીએ આ પગલું ભર્યું… સુસાઈડનું કારણ જાણીને હચમચી જશો…

દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ખાસ કરીને આજકાલ શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીનીઓ ઘણી વખત નાની-નાની વાતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં B.COMમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોતાના જન્મદિવસના દિવસે પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું.

દીકરીના જીવ ટૂંકાવાનું કારણ જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. જાણવા મળી રહ્યો છે કે પોતાનું જન્મદિવસ હોવાના કારણે દીકરી પોતાના મિત્રો સાથે જન્મદિવસની પાર્ટી કરવા માગતી હતી. પરંતુ પરિવારના સભ્યોએ તેને પાર્ટીમાં જવાની ના પાડી દીધી હતી. જેના કારણે યુવતીને ખૂબ જ ગુસ્સો આવી ગયો હતો.

ત્યારબાદ સૌ પ્રથમ તેને ઘરે જ જન્મદિવસની કેક કાપી અને પછી પોતાના રૂમમાં જઈને દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું. આ ઘટના બનતા જ પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. જન્મદિવસના દિવસે જ દીકરીનું મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

મૃત્યુ પામેલી દીકરીનું નામ વંદના હતું. 3 માર્ચના રોજ તેનો જન્મદિવસ હતો. જન્મદિવસ હોવાના કારણે વંદના પોતાના મિત્રો સાથે બહાર જઈને જન્મદિવસની ઉજવણી કરવા માગતી હતી. પરંતુ પરિવારના સભ્યોએ બહાર જઈને જન્મદિવસની ઉજવણી કરવાની ના પાડી દીધી હતી. ત્યાર પછી પરિવારના સભ્યોએ વંદના નો જન્મદિવસ હોવાના કારણે રાત્રિના સમયે પોતાના સંબંધીઓને ઘરે બોલાવીને કેક કાપી હતી.

જન્મદિવસની ઉજવણી કર્યા બાદ દરેક લોકો પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા હતા. વંદના પહેલા માળે તેના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી. મોડી રાત્રે વંદનાના પિતા કોઈ કામ નથી વંદનાના રૂમમાં ગયા હતા. ત્યારે બારીમાંથી વંદનાનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. ત્યારબાદ પિતાએ અન્ય પરિવારના સભ્યોને ત્યાં બોલાવ્યા હતા.

પછી તમામ લોકોએ ભેગા મળીને વંદનાને નીચે ઉતારીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને વંદનાના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું છે. આ ઘટના આગરામાં બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*