ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ રમતી વખતે મૃત્યુ થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સુરત શહેરમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. સુરત શહેરમાં ક્રિકેટ રમતી વખતે વધુ એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારમાં માતમ છવાયો છે.
આ ઘટના સુરતના ઓલપાડના નરથાણા ગામમાં બની હતી. અહીં ક્રિકેટ રમતી વખતે નિમેષ આહીર નામનો યુવક અચાનક જ બેભાન થઈ ગયો હતો અને ત્યારબાદ નીમેષને હોસ્પિટલ લઈ જાય તે પહેલા તેનું કરુણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, ક્રિકેટ રમતી વખતે નિમેષ આહીરને હાર્ટ એટેક આવ્યો હતો અને તે બેભાન થઈને પડી ગયો હતો, ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર ક્રિકેટ મેચ ચાલી રહી હતી. આ દરમિયાન નિમેષ આહીર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ફિલ્ડીંગ દરમિયાન અચાનક જ નિમેષ આહીર ગ્રાઉન્ડ પર બેભાન થઈને પડી ગયો હતો. આ ઘટના બનતા જ અન્ય ખેલાડીઓ દોડીને તાત્કાલિક તેની પાસે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ તેને બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તો નિમેષનું મૃત્યુ થઈ ગયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યું હતું. હાર્ટ એટેક આવવાના કારણે નિમેષનું મોત થયું છે તેવું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. ક્રિકેટ રમતી વખતે અચાનક જ નિમેષની તબિયત બગડી ગઈ હતી અને પછી તે બેભાને થઈને પડી ગયો હતો.
મૃત્યુ પામેલા યુવકના સંબંધીઓએ જણાવ્યું કે, નિમેષની તબિયત સારી હતી અને તે એકદમ ફીટ હતો. પરંતુ ક્રિકેટ રમતી વખતે અચાનક જ તેની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તે ઘરે આવી ગયો હતો. ત્યાર પછી તેને થોડીક વાર રહીને લીંબુ શરબત પીધું હતું. ત્યારે ફરીથી તેને એટેક આવ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું.
નિમેષભાઈના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.. આ ઘટના બનતા નિમેષભાઈના પરિવારજનો અને આહીર સમાજમાં માતમ છવાઈ ગયો છે. મિત્રો તમે જણાવી દઈએ કે છેલ્લા એક મહિનામાં ક્રિકેટ રમતી વખતે મૃત્યુ થવાની આ છઠ્ઠી ઘટના છે. આ પહેલા ક્રિકેટ રમતી વખતે પાંચ યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment