સુરત શહેરમાં છેલ્લા થોડાક સમયથી જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સુરતના મોટા વરાછાના મોટા ગજાના એક બિલ્ડરે ઝેરી દવા પી અમદાવાદ ખાતે પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં તો અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં બિલ્ડરની સારવાર ચાલુ છે.
બિલ્ડરે પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો તે પહેલા મોબાઇલમાં એક વિડીયો પણ બનાવ્યો હતો. જે વિડિયો સોશિયલ વડીયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બિલ્ડરે આ વિડીયો પોતાના નજીકના સંબંધીઓને પણ મોકલ્યો હતો. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડર નાણાકીયના ભિંસના કારણે જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો.
નોટ બંધી અને જીએસટીના ફટકા બાદ બાંધકામ ઉદ્યોગ હજુ સુધી સરખો પાટે ચડ્યો નથી. જેના કારણે અનેક મોટા વરાછાના બિલ્ડરો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે મોટા વરાછાના મોટા ગજાના બિલ્ડર અશ્વિન છોડવડીયાએ અમદાવાદમાં ઝેરી દવા પીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો.
સમગ્ર ઘટના બન્યા બાદ અશ્વિનભાઈને સારવાર માટે તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમની સારવાર ચાલુ છે અને હાલમાં તેમની સ્થિતિ સ્થિર છે તેવું કહેવામાં આવી રહ્યું છે. પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો તે પહેલા અશ્વિનભાઈ એક વિડીયો બનાવીને પોતાના સંબંધીઓને મોકલ્યો હતો.
અશ્વિનભાઈ ઝેરી દવા પીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડર અશ્વિનભાઈ રડતા રડતા વીડિયોમાં જણાવ્યું કે, દોઢેક વર્ષથી તેમને ખૂબ જ મુશ્કેલી હતી અને એના કારણે તેઓ આ પગલું ભરી રહ્યા છે. રડતા રડતા તેમને પોતાની આપવીતી વીડિયોમાં જણાવી હતી. આ ઉપરાંત વીડિયોમાં તેમને પોતાના નજીકના સંબંધીને કહ્યું કે, જે લોકોએ મારી સાથે ખોટું કર્યું છે એ કોઈ છૂટવા ન જોઈએ.
સુરતના બિલ્ડરે ઝેરી દવા પીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો, દવા પીતા પહેલા રડતા-રડતા બિલ્ડરે વિડીયો બનાવ્યો…જુઓ વાયરલ વિડિયો… pic.twitter.com/RZwtRs7S1E
— GUJJU ROCKZ (@gujju_rockz) March 3, 2023
ગુનેગારોને સજા થાય એ માટે પોલીસ સ્ટેશન અને ગૃહ મંત્રી સુધી આ વાત પહોંચાડવામાં આવે. તેના માટે હું વિડીયો બનાવીને તેને મોકલું છું. સૂત્રો અનુસાર એવું પણ જાણવા મળી રહ્યું છે કે કેટલાક વ્યક્તિઓના કારણે બિલ્ડર અશ્વિનભાઈની આર્થિક હાલત બગડી ગઈ હતી અને છેલ્લા ઘણા સમયથી તેઓ તેનાથી કંટાળી ગયા હતા. જેથી માનસિક ત્રાસ થતા અશ્વિનભાઈએ આ પગલું ભર્યું હશે.
મળતી માહિતી અનુસાર જીવ ટુક આવવાનો પ્રયાસ કર્યા બાદ અશ્વિનભાઈ ને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને અમદાવાદની એસજીવીપી હોસ્પિટલમાં પણ જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. અશ્વિનભાઈ હોસ્પિટલમાં પોતાના પત્નીના દુપટ્ટાથી ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યોગ્ય સમયે તેમનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment