લે..લેતી..જા..! શાંતિથી બેઠેલા વાંદરાની સળી કરવી યુવતીને ભારે પડી ગઈ, વાંદરાનો બાટલો ફાટી ગયો અને પછી તો… વીડિયો જોઈને હસી હસીને ગોટો વળી જશો…

હાલમાં આધુનિક યુગમાં સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને તમે સોશિયલ મીડિયા પર પ્રાણીઓના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. અમુક વખત આપણી સામે એવા વિડિયો સામે આવતા હોય છે જે જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. મિત્રો આપણે ઘણા એવા આળવીતરા લોકોને જોયા હશે.

જેઓ ઘણી વખત શાંતિથી બેઠેલા મૂંગા પ્રાણીઓની સળી કરતા હોય છે. પરંતુ અમુક વખત મૂંગા પ્રાણીઓની સળી કરવી તેમને ભારે પડી જતી હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલાને પાંજરામાં બંધ વાંદરાની સળી કરવી ભારે પડી ગઈ છે. વાંદરાએ મહિલાને એવો સબક શીખવાડ્યો કે મહિલા જીવનમાં હવે પ્રાણીઓની સળી નહીં કરે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવતી એક હાથમાં મોબાઈલ લઈને પાંજરાની અંદર બંધ વાંદરાને ચીડવતી જોવા મળી રહે છે. યુવતીની આ હરકત જોઈને વાંદરો ખૂબ જ ગુસ્સામાં ભરાઈ જાય છે. પછી વાંદરો યોગ્ય સમયની રાહ જુએ છે અને જ્યારે યુવતી જરાક પાંજરાની નજીક જાય છે.

ત્યારે વાંદરો પાંજરાની જાળીમાંથી હાથ નાખીને યુવતીના વાળ પકડી લે છે. પછી તો વાંદરો જોરથી યુવતીના વાળ ખેંચવાનો શરૂ કરી દે છે. આ દરમિયાન આજુબાજુ ઉભેલા લોકો યુવતીના વાળ છોડવાનો ઘણો પ્રયાસ કરે છે. પરંતુ વાંદરો યુવતીના વાળ છોડવા તૈયાર જ નથી. ત્યાર પછી એક વ્યક્તિ યુવતીને વાંદરાની પકડમાંથી છોડાવે છે.

ત્યારે ફરી એક વખત યુવતી પાંજરાની નજીકથી પસાર થઈને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે. ત્યારે ફરીથી વાંદરો યુવતીના વાળ પકડી લે છે. ત્યારે પાંજરામાં હાજર બીજો વાંદરો પણ યુવતીના વાળ પકડવાની કોશિશ કરે છે. ત્યાર પછી વિડીયો પૂર્ણ થઈ જાય છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો viral_memes_video નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર મૂકવામાં આવ્યો છે.

વીડિયો જોઈને અત્યાર સુધીમાં 67,000 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. આ ઉપરાંત લાખોની સંખ્યામાં લોકોએ વીડિયો જોયો છે. ઉપરાંત કોમેન્ટ બોક્સમાં લોકો અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે અને ઘણા લોકો તો વીડિયો જોઈને ખડખડાટ હસી પડ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*