ભાવનગરમાં લગ્નના દિવસે જ લગ્નના માંડવે દુલ્હનનું કરુણ મોત, લગ્ન ગીત ગાવાની જગ્યાએ માલધારી સમાજ મરશીયા ગયા…

છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે. ખાસ કરીને નાની ઉંમરના યુવાનો અને યુવતીઓને હાર્ટ એટેક આવી રહ્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા જ ભાવનગરમાં આવો જ એક કિસ્સો બન્યો હતો. જેમાં લગ્નના દિવસે દુલ્હનનો મોત થતા ચારેય બાજુમાં માતમ છવાઈ ગયો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, જીણાભાઈ ભગાભાઈ રાઠોડ નામના વ્યક્તિ ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિરની સામેના ખાચામાં 50 વાળી વિસ્તારમાં રહે છે. થોડાક દિવસો પહેલા તેમની દીકરીના લગ્ન હતા. એટલે ઘરે ચારેય બાજુ ખુશીનો માહોલ હતો. પરિવારના સભ્યો લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા.

ધર લગ્ન ગીતથી ગુંજી રહ્યું હતું. લગ્નની સમગ્ર તૈયારીઓ થઈ ગઈ હતી. જીણાભાઈ ભકાભાઇ રાઠોડની દીકરી હેતલના લગ્નની જાણ પણ માંડવે આવી પહોંચી હતી. હેતલના લગ્ન નારીના આગલોતર રાણાભાઇ બુટાભાઈના દીકરા વિશાલ સાથે થવાના હતા. આ દરમિયાન લગ્ન મંડપમાં અચાનક જ હેતલ બેભાન થઈને ઢળી પડી હતી.

હેતલને જોઈને પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. ત્યારબાદ દીકરી હેતલને તાત્કાલિક 108 ની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં જાણવા મળ્યું કે હેતલનું હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ થયું છે. લગ્નના દિવસે જ દીકરીનું મોત તથા ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.

આવી પરિસ્થિતિમાં લગ્ન મંડપે પહોંચી આવેલી જાન દુલ્હન વગર પાછી ન ફરે એટલા માટે દીકરીના પિતા અને ઘરના સભ્યોએ યોગ્ય નિર્ણય લઈને હેતલની નાની બહેનને લગ્ન મંડપમાં બેસાડી દીધી હતી. ત્યારબાદ પરિવારના સભ્યોએ વિની આંખે દીકરીના લગ્ન કર્યા હતા. લગ્ન ચાલી રહ્યા હતા ત્યારે હેતલના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યું હતું.

આવી પરિસ્થિતિમાં લગ્ન મંડપે પહોંચી આવેલી જાન દુલ્હન વગર પાછી ન ફરે એટલા માટે દીકરીના પિતા અને ઘરના સભ્યોએ યોગ્ય નિર્ણય લઈને હેતલની નાની બહેનને લગ્ન મંડપમાં બેસાડી દીધી હતી. ત્યારબાદ પરિવારના સભ્યોએ વિની આંખે દીકરીના લગ્ન કર્યા હતા. લગ્ન ચાલી રહ્યા હતા ત્યારે હેતલના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*