હાલમાં નવસારીમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે હનુમાન ફળિયામાં રહેતા 38 વર્ષના અરુણભાઈ નટુભાઈ ગાવિત ગુરૂવારના રોજ રાત્રિના સમયે કોઈ કામ અર્થે ગામના ચાર રસ્તા ઉપર ગયા હતા. જ્યાં પોતાનું કામ પતાવીને અરુણભાઈ કલાઈને ઘર તરફ આવી રહ્યા હતા.
ત્યારે સાડા આઠ વાગ્યાની આસપાસ તેમની GJ 21 D 1657 નંબરની સ્પ્લેન્ડર બાઈક ગામના સોમલુભાઈ પિયાભાઈ ચૌધરીના ઘરની પાછળ આવેલા ગરનાળા પાસે સ્લીપ ખાઈ ગઈ હતી. જેના કારણે બાઇક પર સવાર અરુણભાઈ રોડ ઉપર પટકાયા હતા. અકસ્માતની ઘટના બનતા જ ગામના આજુબાજુના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા.
ત્યારબાદ તાત્કાલિક 108 બોલાવીને ઈજાગ્રસ્ત હાલતમાં અરુણભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબે તેમની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતમાં અરુણભાઈના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવારમાં અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
અરૂણભાઇના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેમના ઘરે રહેલી તેમની પત્ની અને માજી સરપંચ ભાવનાબેનને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો અને અચાનક જ તેમની તબિયત બગડી ગઈ હતી. અરુણભાઈના મૃત્યુના સમાચાર મળ્યાના અડધો કલાક બાદ અચાનક જ તેમને ગભરામણ થવા લાગી હતી અને જેના કારણે ભાવનાબેનનું પણ મૃત્યુ થયું હતું.
આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. એક જ સાથે પરિવારના બે સભ્યોના મોત થતા ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. હસતા ખેલતા પરિવારમાં પતિના મૃત્યુ બાદ પત્નીનું મોત થતા પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું.
ત્યારે સવારે અરૂણભાઇ અને તેમની પત્ની ભાવનાબેનની એક સાથે અર્થી ઊઠે ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું અને અંતિમ સંસ્કારમાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ હતા. માતા-પિતાના મૃત્યુના કારણે 14 વર્ષની દીકરી અને 10 વર્ષના દીકરાએ મા બાપની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment