મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વડોદરા શહેરના અટલાદરા પાદરા રોડ ઉપર ગુરુવારના રોજ રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ એક ભયંકર અકસ્માતની ઘટના બની હતી. અહીં એક કાર અને રિક્ષા વચ્ચે સામસામે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 4 સભ્યો સહિત 5 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.
પરિવાર લગ્નમાંથી રીક્ષામાં સવાર થઈને પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન રસ્તામાં રીક્ષા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે બે બાળકોના સારવાર દરમિયાન મોત થયા હતા. એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા બાદ લોલા ગામમાં એક સાથે 5 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું.
વિગતવાર વાત કરીએ તો માંજલપુર પોલીસના જણાવ્યા અનુસાર, પાદરાના લોલા ગામે નાયક ફળિયામાં રહેતા અને રીક્ષા ચલાવતા અરવિંદભાઈ નાયક સાસરીમાં લગ્ન હોવાના કારણે સોખડા ગયા હતા. લગ્ન પૂર્ણ થયા બાદ રાત્રીના સમયે તેઓ પોતાના પરિવારને અને ભત્રીજીને રિક્ષામાં બેસાડીને ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં સામેથી ઝડપથી આવતી કાલે રિક્ષાને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં અરવિંદભાઈ, તેમની પત્ની કાજલબેન અને ભત્રીજી શિવાનીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ 108 ની મદદ થી ઈજાગ્રસ્ત થયેલા બે બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંને બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે કારચાલકની ધરપકડ કરી હતી. એક જ પરિવારના પાંચ સભ્યોના મોત તથા ચારેય બાજુમાં તમે છવાઈ ગયો હતો. આ ઘટનામાં 11 વર્ષના આર્યન નામના બાળકોનો જીવ બચી ગયો છે. તેની સારવાર હાલમાં સયાજી હોસ્પિટલમાં ચાલી રહી છે.
આમ તો આ ઘટનામાં આર્યન ના માતા પિતા અને ભાઈ બહેનનું મોત થતા તે નિરાધાર બની ગયો છે. આ ઘટનામાં આર્યનની કાકાની દીકરી શિવાનીનું પણ મૃત્યુ થયું છે. ગામમાંથી એક જ પરિવારના પાંચ સભ્યોની એક સાથે અર્થી ઉઠતા આખું ગામ ચડ્યું હતું. અંતિમ સંસ્કારમાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ હતા. આ ઘટનાની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment