મિત્રો છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશભરમાં ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને આજકાલના યુવાનો અને યુવતીઓ ઘણી વખત નાની-નાની બાબતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં એક વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. વિદ્યાર્થીએ સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટુકાવ્યું છે. આ ઘટના બુધવારના રોજ રાત્રિના સમયે રાજસ્થાનના કોટામાં બની હતી.
મૃત્યુ પામેલા યુવકની ઉંમર 17 વર્ષની હતી અને તેનું નામ અભિષેક હતું. તે ઉધાન નગર વિસ્તારની એક હોસ્ટેલમાં રહેતો હતો. તે છેલ્લા બે વર્ષથી કોટામાં રહેતો હતો. અભિષેક કોચિંગ ક્લાસમાં NEETની તૈયારી કરી રહ્યો હતો. અભિષેક છેલ્લા ઘણા સમયથી કોચિંગમાં જતો ન હતો અને તે હોસ્ટેલમાં રહીને ઓનલાઈન ક્લાસ લઈ રહ્યો હતો.
મૃત્યુ પામેલા વિદ્યાર્થીએ પોતાનો જીવ ટૂંકાવા માટે બુધવારના રોજ રાત્રિના સમયે પંખા સાથે લટકવાનો પ્રયાસ કર્યો હતો. પંખો હલકો હોવાના કારણે પંખો નીચે આવી ગયો હતો, એટલે પ્રથમ પ્રયાસ માટે બચી ગયો હતો. ત્યાર પછી તેને રૂમમાં તાળું મારીને ફરી એક વખત ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
ગુરૂવારના રોજ દિવસ પર અભિષેક પોતાની રૂમમાંથી બહાર આવ્યો ન હતો. જેના કારણે રાત્રે 9:00 વાગ્યાની આસપાસ તેની રૂમની નજીકમાં રહેતા મિત્રોએ તેના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઈ રૂમનો દરવાજો ખોલ્યો નહીં. ત્યારબાદ વિદ્યાર્થીઓએ આ ઘટનાની જાણ હોસ્ટેલના સંચાલકોને કરી હતી.
પછી હોસ્ટેલના ઓપરેટરે રૂમની બારીમાંથી જોયું ત્યારે અભિષેકનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે રૂમમાં દરવાજો તોડીને અભિષેકને નીચે ઉતાર્યો હતો. પોલીસને અભિષેક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે.
જેમાં અભિષેકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, હું તમારી માફી માંગુ છું, હું મારી પોતાની મરજીથી કોટા આવ્યો હતો. મારા પર ઘરેથી કોઈ દબાણ નથી. મને માફ કરજો બહેન, મમ્મી. માફ કરજો ભાઈ, માફ કરજો મિત્રો. હું તમને વિનંતી કરું છું કે હું ખોવાઈ ગયો છું, તેથી હું મરવા માંગુ છું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment