સુરતના ગોડાદરા વિસ્તારમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. અહીં ઘરના આંગણામાં રમતી એક માસુમ બાળકી સાથે કંઈક એવું બન્યું કે પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. બાળકે જ્યારે ઘરના આંગણામાં રમી રહી હતી. ત્યારે તે એક કારની અડફેટેમાં આવી ગઈ હતી અને તેનું કરુણ મૃત્યુ થયું હતું. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના ગોડાદરા વિસ્તારમાં આવેલી શિવસાગર રેસીડેન્સીમાં બની હતી. અહીં ઘરના આંગણામાં રમી રહેલી બાળકીને કાર ચાલકે કચડી નાખી હતી. જેના કારણે બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને તેનું મૃત્યુ નીપજ્યું હતું.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, બાળકીને અડફેટેમાં લેનાર કારચાલક બીજું કોઈ નહીં પરંતુ બાળકીના મામા જ હતા. મામાની કાર નીચે કચડાઈ જતા ભાણીનું મોત થયું છે. ભાણી જ્યારે ઘરના આંગણામાં રમી રહી હતી, ત્યારે તે મામાની કારની નીચે કચડાઈ ગઈ હતી.
જેથી ભાણીનું મૃત્યુ થયું હતું. જાણવા મળી રહ્યું છે કે મામા ગાડી લઈને બહાર જઈ રહ્યા હતા. આ દરમિયાન ઘરના આંગણામાં રમતી ભાણકી મામાની કારની નીચે કચડાઈ ગઈ હતી. આ હૃદય કંપાવતી ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
માં તમે જોઈ શકો છો કે બાળકીના મામા પોતાની ઇકોસ્પોર્ટ કાર લઈને બહાર નીકળી રહ્યા હતા. આ દરમિયાન ઘરના આંગણામાં રમી રહેલી ભાણી પ્રાંજલ મામાને જોઈને તેમની તરફ આગળ વધી હતી. આ બાબતથી બાળકીના મામા અજાણ્યા હતા અને જોત જોતામાં મામાની કાર બાળકી ઉપર ચડી ગઈ હતી.
સુરત : હસતી-ખેલતી ભાણી માટે કાળ બનીને આવી મામાની કાર: સગી ભાણીનું દર્દનાક મોત#gujarat #surat #accident #CCTV #VtvGujarati pic.twitter.com/osGDpe5jMk
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 24, 2023
જેના કારણે ઘણી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment