આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. ત્યારે ગુરુવારના રોજ સાંજના સમયે બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલાએ 11 માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાનું નામ એશ્વર્યા હતું અને તેની ઉંમર 27 વર્ષની હતી. એશ્વર્યાનું મૃત્યુ થતાં જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
એશ્વર્યાએ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ ઘટના ગાઝિયાબાદની શાલીમાર સિટી સોસાયટીમાં બની હતી. પોલીસે મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.
સમગ્ર ઘટનાને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે, આજથી ત્રણ મહિના પહેલા એશ્વર્યા એક બાળકને જન્મ આપ્યો હતો. બાળકનો જન્મ થતા જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. બાળકના મૃત્યુ થયા બાદ એશ્વર્યા ખૂબ જ તણાવમાં રહેતી હતી. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કારણોસર મહિલાએ પોતાનું જીવન ટૂંકાવ્યું હશે.
મળતી માહિતી અનુસાર 14 ફેબ્રુઆરીના રોજ એશ્વર્યા શાલીમાર સીટી સોસાયટીમાં રહેતા તેના મિત્ર પ્રીતી શ્રીવાસ્તવના ઘરે આવી હતી. ત્યાર પછી તે પોતાની બહેનપણીની સાથે જ રહેતી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રીતિ શ્રીવાસ્તવે એશ્વર્યાનું કન્યાદાન કર્યું હતું. આ કારણે બંને વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી.
ગુરૂવારના રોજ સાંજના ચાર વાગ્યાની આસપાસ એશ્વર્યાએ બહુમાળી બિલ્ડિંગના 11 માં માળેથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ કારણસર એશ્વર્યાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટના બની ત્યારે એશ્વર્યાની બહેનપણી પ્રીતિ શાળાએ ગઈ હતી. તે ઘરે આવી ત્યારે એશ્વર્યા ફ્લેટ પર હાજર ન હતી. તેને શોધવા માટે નીચે આવી હતી ત્યારે અન્ય મહિલાઓએ એશ્વર્યાએ સુસાઇડ કર્યું છે તેઓ તેને જણાવ્યું હતું.
અગ્ર ઘટનાને લઈને પ્રીતિએ જણાવ્યું કે , બે ડિસેમ્બર 2022 ના રોજ એશ્વર્યાએ એક દીકરાને જન્મ આપ્યો હતો. જન્મના બીજા દિવસે એટલે કે ત્રીજી ડિસેમ્બરના રોજ દીકરાનું અવસાન થયું હતું. દીકરાનું મૃત્યુ થયા બાદ એશ્વર્યા સતત પરેશાન રહેતી હતી. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment