માતાના ઘરે જમ્યા બાદ મહિલા કોન્સ્ટેબલે સરકારી ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, દોઢ મહિના પહેલા કંઈક એવું બન્યું હતું કે…

હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલા કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃત્યુ પામેલી મહિલા કોન્સ્ટેબલ સરકારી ક્વાર્ટરમાં રહેતી હતી. ઘટનાના દિવસે લગભગ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ પરિવારના સભ્યો સરકારી ક્વાર્ટરમાં પહોંચ્યા ત્યારે તેમને લટકતી હાલતમાં મહિલાનું મૃતદેહ જોયું હતું.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ચોકાવનારી ઘટના મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં બની છે. મૃત્યુ પામેલી મહિલા કોન્સ્ટેબલનું નામ જ્યોતિ હતું. તેની આસપાસ સરકારી ક્વાર્ટરમાં રહેતા પોલીસ કર્મચારીએ જણાવ્યું કે, જ્યોતિના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા.

દોઢ મહિના પહેલા તેને એક બાળકને જન્મ આપ્યો હતો. જન્મના 10 દિવસ બાદ બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. બાળકનું મૃત્યુ થયા પછી જ્યોતિ સતત પરેશાન રહેતી હતી. આ કારણોસર પરિવારના લોકો તેને એકલી છોડતા ન હતા. સમગ્ર ઘટનાને લઈને જ્યોતિની નાની બહેને પોલીસને જણાવ્યું કે, સુસાઇડના થોડાક સમય પહેલા તે જબલપુર નાકા ખાતે તેની માતાના ઘરે આવી હતી.

અહીં તેને ભોજન કર્યું હતું અને ત્યારબાદ સરકારી ક્વાર્ટરમાં ગાય હતી. થોડીક વાર પછી જીજાજીનો ફોન આવ્યો કે જ્યોતિ તો મને ઉપાડતી નથી. પછી અમે પણ જ્યોતિને ફોન કરવાના પ્રયાસ કર્યા પરંતુ તે કોઈનો ફોન રિસીવ કરતી ન હતી. જેથી અમે તાત્કાલિક સરકારી ક્વાર્ટરમાં પહોંચી ગયા હતા.

ત્યાં જઈને જોયું તો જ્યોતિ એનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યું હતું. ત્યારબાદ અમે આસપાસના લોકોને મદદ માટે બોલાવ્યા હતા. ઘટનાની જાણ પોલીસ અધિકારીને પણ કરી દીધી હતી. જ્યોતિને સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ થઈ ગયું હતું.

જ્યોતિ એ આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, બાળકનું મૃત્યુ થઈ ગયા બાદ જ્યોતિ સતત તણાવમાં રહેતી હતી અને તળાવમાં તેને આ પગલું ભર્યું હશે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*