સુરત શહેરમાં બનેલી એક ચોકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામમાં આવેલી એક મિલમાં મજૂરી કામ કરી રહેલો એક યુવક અચાનક જ ઢળી પડતા તેનું મૃત્યુ થયું હતું. યુવકના મૃત્યુની સમગ્ર ઘટના મિલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો પલસાણા તાલુકાના મોવાડા ભવન, કૃષ્ણનગરમાં રહેતા 37 વર્ષના ધર્મેન્દ્રસિંહ રતિરામ ગત 14 તારીખના રોજ તાતીથૈયા ગામમાં આવેલી એચ.એચ.રિવર્સ પ્રાઇવેટ ખાતે મજૂરી કામ કરવા માટે ગયા હતા.
આ દરમિયાન તેઓ કાપડના પોટલા ઊંચકીને મુકતા હતા. ત્યારે અચાનક જ ધર્મેન્દ્રભાઈ ઢળી પડ્યા હતા. આ ઘટના બન્યા બાદ મિલના મેનેજર રાજેન્દ્રભાઈ બેભાન થઈ ગયેલા ધર્મેન્દ્રસિંહને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ધર્મેન્દ્રસિંહની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. તેમના મૃત્યુની સમગ્ર ઘટના મેલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કામ કરતી વખતે અચાનક જ મૃત્યુ થતો વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
View this post on Instagram
ધર્મેન્દ્રસિંહ ના મૃત્યુનો સાચો કારણ સામે આવ્યું નથી. સીસીટીવી ફૂટેજ માં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ધર્મેન્દ્રભાઈ ઓટલા ઉપાડી રહ્યા હતા. ત્યારે અચાનક જ તેઓ ઢળી પડ્યા હતા અને તેમનું મૃત્યુ થઈ ગયું હતું. આ પહેલા પણ તમે સોશિયલ મીડિયા પર આવી ઘણી ઘટનાઓના વિડીયો જોયા હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment