એ..એ.. ઝડપી કાર ચાલકે પોલીસ કર્મચારીઓને કચડી નાખ્યા, સારવાર દરમિયાન હેડ કોન્સ્ટેબલ રિબાઈ રિબાઈને મોત… અકસ્માતનો વિડીયો જોઈને રૂંવાડા ઉભા થઈ જશે…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં રાત્રિના સમયે નશાની હાલતમાં એક કાર ચાલકે ફરજ પરના પોલીસ કર્મચારીઓને કચડી નાખ્યા હતા. આ અકસ્માત્રી ઘટનામાં એક પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગ તેના શરીરથી અલગ થઈ ગયો હતો.

જેના કારણે સારવાર દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલનું દર્દનાક મોત થયું હતું. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટના થાય છે આ ગંભીર અકસ્માતની ઘટના રાયસેન જિલ્લાના બરેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવી રહી છે.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે કાર ચાલકને કસ્ટડીમાં લઈ લીધો છે અને તેની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો બરેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા SAF હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર યાદવ અને કોન્સ્ટેબલ હરિસિંગ સોમવારના રોજ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતા.

આ દરમિયાન લગભગ 1.30 વાગ્યાની આસપાસ ભોપાલ તરફથી આવી રહેલી એક ઝડપી કારે તેમને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર યાદવનો પગ તેના શરીરથી અલગ થઈ ગયો હતો. જ્યારે કોન્સ્ટેબલ હરિસિંગ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

ત્યારબાદ બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન રાજેન્દ્ર યાદવનું મોત થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતની ઘટના બની ત્યારે કારમાં ત્રણ લોકો સવાર હતા. ત્રણેય નશાની હાલતમાં હતા તેવું કહેવામાં આવી રહ્યું છે.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે કારચાલકને ઝડપી પાડ્યો છે અને તેની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર યાદવનું મૃત્યુ થતાં જ ચારેય બાજુમાં તમે છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*