ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. અત્યાર સુધીમાં રખડતા ઢોરના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હશે. ત્યારે હાલમાં બનેલી વધુ એક એવી જ ઘટના સામે આવી છે. આ ઘટનામાં રખડતા ઢોરના કારણે બાઇક પર જતા મહેસાણાના વેપારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
વેપારીના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના મહેસાણા-વિસનગર રોડ ઉપર આવેલ દેલા ગામ નજીક બની હતી. અહીંથી એક વેપારી પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની બાઈક સાથે ગાય અથડાય હતી જેના કારણે અકસ્માતની ઘટના બની હતી.
આ અકસ્માતની ઘટનામાં મહેસાણાના વેપારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલા વેપારીનું નામ ધર્મેન્દ્રકુમાર અરવિંદભાઈ શાહ હતું અને તેમની ઉંમર 51 વર્ષની હતી.
ધર્મેન્દ્રકુમાર મહેસાણાના ટીબી રોડ ઉપર આવેલી અર્બુદા સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. શનિવારના રોજ સાંજના સમયે ધર્મેન્દ્રકુમાર પોતાની બાઈક લઈને વિસનગરથી મહેસાણા તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં દેલા ગામ નજીક રોડ વચ્ચે અચાનક જ ગાય આવી જતા ધર્મેન્દ્રભાઈ અકસ્માતનો ભોગ બન્યા હતા.
આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર ધર્મેન્દ્રભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં બે દિવસ સારવાર ચાલ્યા બાદ સોમવારના રોજ સાંજના સમયે ધર્મેન્દ્રભાઈનું મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ મૃતકના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મહેસાણા તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment