સાળીની મેરેજ એનિવર્સરીમાં સ્ટેજ પર ડાન્સ કરતા કરતા જીજાજીનું મોત, ડાન્સ કરતી વખતે કંઈક એવું બન્યું કે… જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

હાલમાં બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટનામાં સ્ટેજ પર ડાન્સ કરતી વખતે અચાનક જ એક યુવકનું દર્દનાક મોત થયું છે. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે દોડધામ મચી ગઈ હતી. સમગ્ર ઘટનાનો એક વિડીયો પર હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના પ્રયાગરાજ માંથી સામે આવી રહી છે.

અહીં એક દવાના વેપારીને પોતાની સાળીની મેરેજ એનિવર્સરીમાં ડાન્સ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. આ કારણોસર દવાના વેપારીનું દર્દનાક મોત થયું છે. મૃત્યુ પામેલા દવાના વેપારીનું નામ અમરદીપ વર્મા હતું અને તેમની ઉંમર 40 વર્ષની હતી. અમરદીપ વર્મા જ્યારે પોતાની સાળીના મેરેજ એનિવર્સરીમાં સ્ટેજ પર ડાન્સ કરી રહ્યો હતો.

ત્યારે અચાનક જ તેને છાતીમાં દુખાવો પડ્યો હતો. પછી તે શાંતિથી ખુરશીમાં બેસી ગયો હતો. થોડીક વાર બાદ અમરદીપ વર્મા ફરી એક વખત સ્ટેજ પર ડાન્સ કરવા માટે આવે છે. આ દરમિયાન તેઓ અચાનક જ સ્ટેજ પર ઢળી પડ્યા હતા. ત્યારબાદ અમરદીપ વર્માને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

મળતી માહિતી અનુસાર અમરદીપની સાળી પૂનમ અને તેનો પતિ સ્ટેજ ઉપર બેઠા હતા. આ દરમિયાન અમરદીપ અને તેની પત્ની નીતુને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા. ત્યાં પરિવારના અન્ય લોકો ડાન્સ કરી રહ્યા હતા. ત્યારબાદ અમરદીપ વર્મા અને તેની પત્ની પણ સ્ટેજ પર આવીને ડાન્સ કરવાનું શરૂ કરે છે.

થોડીક વાર અમરદીપ વર્માએ ડાન્સ કર્યો ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેના કારણે તેઓ ખુરશીમાં બેસી ગયા હતા. છાતીમાં દુખાવો ઓછો થયો એટલે તેઓ ફરીથી ડાન્સ કરવા માટે સ્ટેજ પર ચડ્યા હતા. આ દરમિયાન ડાન્સ કરતી વખતે અચાનક જ અમરદીપ વર્મા જમીન પર પડી ગયા હતા.

આ ઘટના બનતા જ પરિવારના લોકો અમરદીપ વર્મા અને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જાણવા મળી રહ્યું છે કે અચાનક જ હાર્ટ એટેક આવવાના કારણે અમરદીપ વર્માએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*