ગુજરાતમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વલસાડને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાં ધોળા દિવસે બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટના બનતા આજે ચારે બાજુ ભારે ચકચાર મચી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં આરોપીએ ધારદાર વસ્તુ વડે 15 વખત માસુમ દિકરી ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા.
જેના કારણે દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારબાદ માસુમ દીકરીનો જીવ લેનાર આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આરોપી દીકરીની માતાનો જીવ લેવા આવ્યો હતો. પરંતુ પોતાની માતાને બચાવવા માટે દીકરી વચ્ચે પડી હતી ત્યારે આરોપીએ તેનો જીવ લઈ લીધો હતો.
સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોએ દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે આરોપીને પકડવા માટે ચારે બાજુ નાકાબંધી કરી દીધી છે. વિગતવાર વાત કરીએ તો સેલવાસની પદ્યાવતી સોસાયટી નજીક આવેલી મહેશભાઈ ની ચાલીમાં રહેતી મહિલા અને તેની દીકરી આજ રોજ સવારે પોતાના ઘરે હતા.
ત્યારે નવ વાગ્યાની આસપાસ સિક્યુરિટીની નોકરી કરતો મિથુન બંગાળી નામનો યુવક ધારદાર વસ્તુ લઈને અચાનક જ ઘરમાં ઘૂસી આવ્યો હતો. ત્યારબાદ આરોપી મિથુને મહિલાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અંકિતા રાજપુત નામની દીકરી પોતાની માતાનો જીવ બચાવવા માટે વચ્ચે પડે છે.
ત્યારે આરોપી અંકિતા ઉપર ધારદાર વસ્તુ વડે 15 વખત પ્રહાર કરીને તેનો જીવ લઈ લે છે. આ ઘટનામાં અંકિતાનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. માતાએ બૂમાબૂમ કરી જેના કારણે આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ એસ પી એસડીપીઓ સહિતની પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટના ચાલીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસી સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment