સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર રસ્તાની વચ્ચોવચ બે મહિલાઓ વચ્ચે થયેલી બબાલનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તાની વચ્ચોવચ બે મહિલાઓ એકબીજા ઉપર તૂટી પડી છે. વાયરલ થઈ રહેલો વિડિયો મેરઠમાંથી સામે આવી રહ્યો છે.
અહીં એક પોલીસ સ્ટેશનની સામે બે પત્નીઓ એક પતિ માટે બબાલ કરી રહી હતી. બંને મહિલાઓ પોતાના પતિને બચાવવા પોલીસ ચોકી પાસે પહોંચી હતી. બંને મહિલાઓ આમને સામને આવી ત્યારે પતિના બે લગ્નનો ખુલાસો થયો હતો. ત્યારબાદ પતિ ઉપર પોતાનો હક જમાવવા માટે બંને મહિલાઓ વચ્ચે થઈ ગઈ હતી. પછી તો બોલાચાલી મોટી માથાકૂટમાં ફેરવાઈ ગઈ હતી.
બંને મહિલાઓની બબાલ જોવા માટે આસપાસ પસાર થતા લોકો પોતાની જગ્યા પર જ ઉભા રહી ગયા હતા. વ્યક્તિઓ તો બંનેની બબાલનો વિડીયો પણ ઉતાર્યો હતો જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારબાદ પોલીસે બંને મહિલાઓને એકબીજાથી અલગ કરી હતી.
ત્યારબાદ બંને મહિલાએ એકબીજા સામે ફરિયાદ આપીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મળતી માહિતી અનુસાર સાજીદ નામના વ્યક્તિને મોડી રાત્રે પોલીસે નશા સંબંધિત કારોબારીમાં પકડ્યો હતો. આ વાતની જાણ મળતા જ સાજીદની પત્ની ફરાહ પતિને બચાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી.
આ દરમિયાન સાજીદની બીજી પત્ની નિશા પણ ત્યાં પોતાના પતિને બચાવવા માટે પહોંચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર સાજીદના બે લગ્ન વિશે તેની બંને પત્નીઓને જાણ ન હતી. મળતી માહિતી અનુસાર સાજીદે પોતાની પત્ની નિશાનો મોબાઇલ પોતાની પહેલી પત્નીને આપ્યો હતો.
એક પતિ માટે બે મહિલાઓ વચ્ચે થઈ ગઈ મોટી બબાલ..! પોલીસ સ્ટેશનની સામે પતિનો ભાંડો ફૂટતા, રસ્તાની વચ્ચોવચ બે મહિલાઓ બથોબથ આવી…જુઓ વાયરલ વિડિયો… pic.twitter.com/qu4l2dqr9B
— GUJJU ROCKZ (@gujju_rockz) February 11, 2023
જ્યારે નિશા પોલીસ ચોકી પહોંચી ત્યારે તેને ફરાહના હાથમાં તે મોબાઇલ જોયો હતો. પછી દિશાએ ફરાહને તે મોબાઇલ વિશે પૂછ્યું, ત્યારે સાજીદની બે લગ્નની વાતનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment