હાલમાં બનેલી એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે પરિવારમાં માત્ર હવે એક દીકરી જ વધી છે. તે પણ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે.
મળતી માહિતી અનુસાર પરિવાર બાઇક પર સવાર થઈને મેળામાં જઈ રહ્યા હતા, ત્યારે એક ઝડપી વાને તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર પર સવાર પરિવાર પરિવારને દૂર જઈને પડ્યો હતો. આ અકસ્માતની ઘટના છત્તીસગઢના બિલાસપુર માંથી સામે આવી રહી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 35 વર્ષીય મોહનલાલ સાહુ, પોતાની 32 વર્ષીય પત્ની ઈશ્વરી સાહુ, 13 વર્ષની દીકરી તૃપ્તિ અને 8 વર્ષની દીકરી ભગવતી સાથે બાઈક પર મેળામાં જઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર આજરોજ મોહનલાલભાઈ પોતાના પરિવાર સાથે બાઈક પર તખતપુર વિસ્તારના બેલપન મેળામાં જવા માટે નીકળ્યા હતા.
ત્યારે લગભગ 11 વાગ્યાની આસપાસ પાછળથી આવી રહેલી વાને તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં મોહનલાલભાઈ અને તેમની મોટી દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે મોહનલાલભાઈની નાની દીકરી ભગવતી રોડના કિનારે પડી ગઈ હતી.
જેના કારણે તેને પણ ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માતની ઘટનામાં મોહનલાલની પત્ની ઈશ્વરી નું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આરોપી વાન ચાલક ઘટના સ્થળે વાન મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા આસપાસના લોકો ઘટના સ્થળે યાત્રા થઈ ગયા હતા.
પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં પહોંચે તે પહેલા તો મોહનલાલ અને તેમની દીકરી તૃપ્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે નાની દીકરી ભગવતીની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment