મિત્રો હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. આ લગ્નની સિઝનમાં લોકો વચ્ચે જાગૃતતા લાવવા માટે આજના યુવાન પોતાના લગ્નની કંકોત્રીમાં અવનવા સમાજલક્ષી મેસેજ છપાવતા હોય છે. ત્યારે આજે આપણે સુરત શહેરના રહેવાસી અને એક જાગૃત નાગરિક વિકાસ રાખોલીયા નામના વ્યક્તિની વાત કરવાના છીએ. વિકાસ રાખોલીયા એ પોતાની લગ્નની કંકોત્રીની અંદર સાત વચનો લખાવ્યા છે.
એટલું જ નહીં પરંતુ જ્યારે લગ્નનો કાર્યક્રમ શરૂ થશે તે પહેલા રાષ્ટ્રગીત પણ કરવામાં આવશે તેવું પણ લગ્નની કંકોત્રી ની અંદર છપાવ્યું છે. સમાજમાં દેશ પ્રેમનો ભાવ વધે તે માટે વિકાસ રાખોલીયાએ પોતાના તરફથી આ અનોખો પ્રયાસ કર્યો છે.
મિત્રો મૂળ અમરેલી જિલ્લાના વિકાસ રાખોલીયા ની સગાઈ રિદ્ધિ વાડદોરિયા સાથે નક્કી થયા બાદ સગાઈમાં ખોટો ખર્ચો કર્યા વગર વિકાસભાઈ રાખોલીયાએ અને તેમના ભાવી પત્નીએ કંઈક એવો કાર્ય કર્યું કે સાંભળીને તમે વાવવા કરશો. સગાઈમાં ખોટા ખર્ચા કરવાની બદલે વિકાસભાઈ રાખોલીયા અને તેમની ભાવી પત્નીએ જરૂરિયાતમંદ બે બાળકોને ભણવાનો ખર્ચો ઉપાડ્યો હતો.
કંકોત્રીમાં છપાવેલું પહેલું વચન વૃક્ષો વાવએ અને વવડાવીએ. બીજું વચન ટ્રાફિક નિયમોનું પાલન કરીએ અને કરાવીએ. ત્રીજું વચન વ્યસન અને વ્યાજખોરોથી દૂર રહીએ અને બીજાને દૂર રાખીએ. ચોથું વચન લોક જાગૃતિના કામ કરીએ અને કરાવીએ. પાંચમું વચન રક્તદાન કરીએ અને કરાવીએ. છઠ્ઠું વચન ચક્ષુદાન અને દેહદાનનો સંકલ્પ કરીએ. સાતમુ વચન સમાજ કે રાષ્ટ્રીય માટે હંમેશા વફાદાર રહીએ.
આમ કુલ પાંચ જેટલા પ્રોત્સાહિત વાક્યો વિકાસ રાખોલીયાએ પોતાની લગ્નની કંકોત્રીની અંદર લખાવ્યા છે. આ ઉપરાંત સરકારની ગાઇડલાઇન્સ શું છે વગેરે બાબતની ખૂબ જ વિગતવાર સમજાવતી બધી માહિતીઓ કંકોત્રી ની અંદર આપવામાં આવી છે. પોતાના જીવનરૂપી સાથ ફેરારૂપી સમાજને જાગૃતી માટે સમાજ સંપ્રપદિના સાત વચનો ઘર ઘર સુધી પહોંચે તે માટે સંદેશ આપવામાં આવ્યો છે.
લગ્ન પ્રસંગની શરૂઆતમાં રાષ્ટ્રગીત પણ થશે તેવું કંકોત્રીની અંદર છપાવ્યું છે. હવે લગ્નના સમારોહમાં પણ દેશભક્તિ જોવા મળી રહે છે. જે આપણા માટે એક ગૌરવની વાત છે. મિત્રો તમને જણાવી દઈ કે વિકાસ રાખોલિયાના આજરોજ લગ્ન છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment