સુરત શહેરમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં બાળકને તરછોડી દેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં સુરતમાં અજીબોગરીબ કહી શકાય તેમ ભૃણ ત્યજી દેવાનો એક ચોંકાવનારો વિડિયો સામે આવ્યો છે. વિડીયો જોઈને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. આ કિસ્સો સુરતના ગોડાદરા વિસ્તારમાંથી સામે આવી રહ્યો છે.
જેમાં માતા-પિતા દ્વારા ત્રણ માસના ભૃણને રસ્તા પર ફેંકી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ બંને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે માતા પિતા સામે ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે. ભૃણ ફેંકીને ફરાર થનાર માતા પિતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેમાં તમે જોઈ શકો છો કે પુરુષના હાથમાં હોસ્પિટલની ફાઈલ જોવા મળી રહે છે.
જ્યારે મહિલા ભ્રુણ બહાર કાઢીને રસ્તા ઉપર ફેંકી જોવા મળી રહે છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ગોડાદરા વિસ્તારના લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસે આવેલી સનરાઈઝ વિદ્યાલયના ગેટ ની સામે બની હતી.
આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. રસ્તા ઉપર પડેલું ભૃણ જોઈને સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફરાર થનાર માતા-પિતા સામે બંનેની શોધખોળ શરૂ કરી દીધી છે.
ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકો છો કે એક મહિલા અને પુરુષ રોડ પર ઉભેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન મહિલા પોતાનું ભૃણ બહાર કાઢીને રસ્તા ઉપર ફેંકી દે છે. ત્યારબાદ બંને ત્યાંથી ચાલીને ફરાર થઈ જાય છે.
હે ભગવાન આ શું થઈ રહ્યું છે..? સુરતમાં રસ્તાની વચ્ચોવચ મહિલાએ ત્રણ મહિનાના બાળકનું ભ્રુણ જાતે બહાર કાઢીને રસ્તા ઉપર ફેંકી દીધું… જુઓ કાળજુ કંપાવી દેનારા સીસીટીવી ફૂટેજ… pic.twitter.com/TDJsXVzkJ1
— GUJJU ROCKZ (@gujju_rockz) February 9, 2023
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં તપાસ અને પૂછપરછ શરૂ કરી દીધી છે. ફરાર થનાર માતા-પિતાની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ કાળજુ કંપાવી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment