અમદાવાદમાં ખાટલા પર સૂતેલા વ્યક્તિનો પાવડા વડે જીવ લઈ લેવામાં આવ્યું, આરોપીએ 11 વખત ઘા કરીને માથું ચુંદી નાખ્યું…જુઓ રુવાટા ઉભા કરી દેનારા CCTV ફૂટેજ…

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે અમદાવાદમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. અહીં વસ્ત્રાપુર તળાવમાં મજૂરી અને ચોકીદારનું કામ કરતા વ્યક્તિનો અજાણ્યા આરોપીએ જીવ લઈ લીધો છે. આરોપીએ ખાટલા ઉપર સૂતેલા મજુરના માથાના અને ગળાના ભાગે 11 વખત પાવડા વડે પ્રહાર કર્યા હતા.

આ કારણોસર મજૂરનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. આ ઘટના બની ત્યારે રસ્તા પરથી કેટલાક લોકોની અવરજવર હતી. આ દ્રશ્યો જોઈને તે લોકો ત્યાંથી ભાગી ગયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વસ્ત્રાપુર પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો વસ્ત્રાપુર તળાવમાં રિટર્નિંગ દિવાલ બનાવવાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી રહ્યું છે. 10 જેટલા મજૂરો અહીં કામ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે 9.15 વાગ્યાની આસપાસ તળાવ પાસેથી 30 વર્ષના લાલા નામના મજૂરનું મૃતદેહ ખાટલામાંથી મળી આવ્યું હતું.

આ ઘટનામાં લાલાના માથાના ભાગે અને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચેલી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લાલા ત્યાં દિવસ દરમિયાન મજૂરી કામ કરતો હતો અને રાત્રે તે ચોકીદારીનું કામ કરતો હતો.

ત્યારબાદ પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા. ત્યારે જાણવા મળ્યું કે એક અજાણ્યા વ્યક્તિ આવીને ખાટલા ઉપર સુઈ રહેલા મજૂર પર મન ફાવે તેમ પાવડા વડે પ્રહાર કર્યા હતા. લગભગ 11 વખત આરોપીએ ધારદાર વસ્તુ વડે માથા અને ગળા ઉપર પ્રહાર કર્યા હતા. આ કારણસર મજૂરનું ઘટના સ્થળે મોત થયું હતું. ત્યારબાદ આરોપી શાંતિથી પાવડો લઈને ચાલતો ચાલતો જતો જોવા મળી રહ્યો હતો.

આરોપીએ શા માટે મજૂરનો જીવ લીધો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલમાં આ રુવાટા ઉભા કરી દેનારા ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*