હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પત્નીએ સાવ એટલે સાવ નાની એવી બાબતમાં પોતાના પતિનો જીવ લઈ લીધો છે. પતિનો જીવ લીધા બાદ પત્નીએ તેના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને તમે પણ હચમચી જશો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને ઘરની અંદરથી પતિનું મૃતદેહ એવી હાલતમાં મળ્યું કે પોલીસ પણ ચોકી ઉઠી હતી.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના કાનપુરની અંદર બની હતી. અહીં માત્ર 6000 રૂપિયા માટે પતિ અને પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. માથાકૂટ એટલી વધી ગઈ કે ગુસ્સામાં ભરાયેલી પત્નીએ ઘણું દબાવીને પોતાના જ પતિનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ પોતાના પતિના મૃતદેહને છુપાવવા માટે પત્નીએ પોતાના ઘરની અંદર એક ખાડો કર્યો હતો. ત્યારબાદ ખાડાની અંદર પોતાના પતિના મૃતદેહને દાટી દીધું હતું. પછી તેના ઉપર પથારી નાખીને પત્ની આખી રાત ત્યાં સુતી રહી હતી.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પતિનું નામ ઉમેશકુમાર યાદવ હતું અને તેની ઉંમર 32 વર્ષની હતી. તે એક ખાનગી એમ્બ્યુલન્સ ચલાવતો હતો. તે એમ્બ્યુલન્સ ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. તેના લગ્ન લગભગ 10 વર્ષ પહેલા મોનિકા નામની જ્યોતિ સાથે થયા હતા. તેને એક દીકરો અને એક દીકરી પણ છે. દીકરો 3 વર્ષનો છે અને દીકરી 6 વર્ષની છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, બુધવારના રોજ ઉમેશ અને તેની પત્ની મોનિકા વચ્ચે પૈસાની બાબતને લઈને બોલાચાલી થઈ ગઈ હતી. જેથી ગુસ્સામાં ભરાયેલા ઉમેશે મોનિકાને બે થપ્પડ લગાવી દીધી હતી. ત્યારબાદ ગુસ્સામાં ભરાયેલી મોનિકાએ ઉમેશનો જીવ લેવાની ધમકી આપી હતી. જેના પગલે રાત્રે મોનિકા ઉમેરશું ઘણો દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ ઘરની અંદર ખાડો ખોદીને ઉમેશના મૃતદેહને તેમાં દાટી દીધું હતું.
સમગ્ર ઘટનાને લઈને ઉમેશના પિતાએ જણાવ્યું કે, સાંજના ચાર વાગ્યાની આસપાસ હું શાકભાજી લઈને ઘરે આવ્યો હતો. અમે સવારથી ઘરની બહાર આવ્યો ન હતો. તેથી મને શંકા ગઈ હતી. પછી ઉમેશ જ્યાં એમ્બ્યુલન્સ ચલાવે છે ત્યાં હું પહોંચ્યો ત્યારે ઉમેશ ત્યાં આવ્યો ન હતો. ત્યારબાદ મેં આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે જ્યારે સમગ્ર ઘટનાને લઈને પૂછપરછ શરૂ કરી ત્યારે ઉમેશની છ વર્ષની દીકરીએ પોલીસને જણાવ્યું કે, બુધવાર ની રોજ સાંજે પિતા નશાની હાલતમાં ઘરે આવ્યા હતા.
ત્યારે માતાએ પિતા પાસે 6,000 રૂપિયાની માંગણી કરી હતી. ક્યારે પિતાએ પૈસા આપવાની ના પાડી હતી અને બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે પિતાએ માતાને બે થપ્પડ લગાવી દીધી હતી. પછી પિતા રૂમમાં ચાલ્યા ગયા હતા. સવારમાં માતાને પૂછ્યું કે પિતા ક્યાં છે ત્યારે માતાએ કહ્યું કે પિતા કાનપુર ગયા છે. પછી અમને ભોજન આપ્યા વગર શાળાએ મોકલી દીધા હતા.
ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. પછી પોલીસે ખાડો ગાળીને મૃત્યુ પામેલા ઉમેશના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને આરોપી પત્નીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment