ગુજરાત રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. સૌથી વધુ અકસ્માતની ઘટનાઓ હાઇવે રોડ ઉપર બને છે. ત્યારે સુરતના કોસંબા નજીક બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક કાર ચાલકને બચાવવામાં એવી ગંભીર અકસ્માતની ઘટના બની કે સાંભળીને તમારું પણ કાળજુ કંપી ઉઠશે.
એક કાર ચાલકને બચાવવા માટે ડમ્પર ચાલક અચાનક જ બ્રેક લગાવે છે. જેના કારણે પાછળથી આવી રહેલી બસ ડમ્પરમાં ઘૂસી જાય છે. આ કારણોસર ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે JCBની મદદથી અંદર ફસાયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટનામાં 2 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મૃત્યુ થયા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને 108ની મદદથી સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે બસમાં સવાર લોકો હજુ પણ ધ્રુજી રહ્યા છે.
બસમાં સવાર તમામ લોકોને સાક્ષાત યમરાજના દર્શન થઈ ગયા તેવી આ ગંભીર અકસ્માતની ઘટના હતી. આ અકસ્માતની ઘટના અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે ઉપર બની હતી. અહીંથી એક ડમ્પર ચાલક પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ડમ્પરની આગળ ચાલી રહેલી કાર્ય અચાનક જ હાઇવે પર બ્રેક લગાવી હતી.
જેથી ડમ્પર ચાલકે કારચાલકને બચાવવા માટે તાત્કાલિક ડમ્પર પર બ્રેક લગાવી દીધી હતી. આ દરમિયાન પાછળથી પુરપાડ ઝડપે આવી રહેલી લક્ઝરી બસ ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જો કાર ચાલકે હાઈવે રોડ ઉપર અચાનક જ બ્રેક લગાવી ન હોત તો આ ગંભીર અકસ્માતની ઘટના બની ન હતો.
અકસ્માતની ઘટનામાં બસના ડ્રાઇવર અને અન્ય એક મુસાફરે ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે બંનેની મરણ ચીસોથી હાઇવે રોડ ગંજી ઉઠ્યો હતો. બસમાં સવાર અન્ય મુસાફરો મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને જોઈને ધ્રુજી ઉઠ્યા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે આવી હતી. પોલીસે હાલમાં સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment