સુરતમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. સુરત શહેરના સચીને જીઆઇડીસી વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. યુવકની સુસાઇડ પાછળનું કોઈ કારણ સામે આવ્યું નથી. આ સમગ્ર મામલાને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૂળ બિહારનો વતની અને સુરતના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં રહેતા 19 વર્ષના પ્રદીપ કુમાર નામના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પ્રદીપ કુમાર પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે લુમ્સના ખાતામાં કામ કરતો હતો. એક મહિના પહેલા જ પ્રદીપના લગ્ન થયા હતા.
ત્યારે સાંજના સમયે કામ પરથી ઘરે આવીને પ્રદીપે ગમ્યા કારણોસર ઘરમાં બેડરૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પ્રદીપનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે પ્રદીપની પત્ની ઊંઘમાં હતી. તેને ઊઠીને જોયું ત્યારે તેનો પતિ તેની સાથે ન હતો. બહાર જઈને જોયું ત્યારે અન્ય રૂમમાં પ્રદીપનું મૃતદેહ લટકતી હાલતમાં તેને જોવા મળ્યું હતું.
પોતાના પતિનું મૃતદેહ જોઈને પત્ની ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તેથી નયનાએ બુમા બુમ કરી હતી. જેના કારણે પરિવારના લોકો અને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ સચીન જીઆઇડીસી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
પ્રદીપ એ કયા કારણોસર આ પગલું ભર્યું તે કારણ જાણવા માટેની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસ તપાસ બાદ પ્રદીપના સુસાઇડનું સાચું કારણ સામે આવશે. સમગ્ર ઘટનાને લઈને પ્રદીપ ની પત્નીએ જણાવ્યું કે, તેનો પતિ પાંચ વાગ્યે નોકરી પરથી છૂટીને ઘરે આવ્યો હતો અને ત્યારબાદ તેઓ શાકભાજી લેવા માટે બહાર ગયા હતા. ઘરે આવ્યા બાદ મેં પપ્પાને જમવાનું આપ્યું હતું.
જમ્યા બાદ પપ્પા છત પર સુવા માટે ચાલ્યા ગયા હતા. ત્યારબાદ મેં મારા પતિને જમવાનું કહ્યું પરંતુ તેને જમવાની ના પાડી દીધી હતી. મેં તેને પૂછ્યું કે કેમ નથી જમવું ત્યારે તેને કહ્યું હતું કે હું ભજીયા ખાઈને આવ્યો છું. મે એમ કીધું કે થોડુંક જમી લો ત્યારે ખૂબ જ ગુસ્સો કર્યો હતો અને બહુ ટેન્શન છે તેવું કહ્યું હતું. મેં પૂછ્યું શું ટેન્શન છે તો કંઈ જણાવ્યું નહીં અને સુઈ ગયા હતા. અચાનક રાત્રે મારી ઊંઘ ખુલી ગઈ અને મેં જોયું તો તે ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment