સુરત શહેરમાં દિવસેને દિવસે માસુમ બાળકીઓની છેડતી અને તેને હવસનો શિકાર બનાવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સુરતના ડભોલી વિસ્તારમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. અહીં એક નરાધમ વ્યક્તિએ 9 વર્ષની માસુમ બાળકીને વેફરનું પેકેટ અપાવીને તેને હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એક દુકાનદારે યોગ્ય સમયે આવીને માસુમ બાળકીને બચાવી લીધી હતી.
મળતી માહિતી અનુસાર દુકાનદારને આ નરાધમ યુવક ઉપર શંકા ગઈ હતી. જેથી દુકાનદારે તેનો પીછો કર્યો હતો. જ્યારે નરાધમ વ્યક્તિ બાળકી સાથે અડપલા કરી રહ્યો હતો. ત્યારે દુકાનદાર તેને જોઈ જાય છે અને જોર જોરથી બૂમાબૂમ કરે છે. જેના કારણે આ હવસખોરના ચુંગલમાંથી માસુમ બાળકી બચી ગઈ હતી.
દુકાનદારનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ બધાએ પકડીને નરાધમ યુવકને સારો એવો મેથીપાક આપ્યો હતો. ત્યારબાદ આ યુવકને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. પોલીસે યુવક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીનું નામ અશ્વિનભાઈ દિલીપભાઈ નાવડીયા હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી.
તેને 9 વર્ષની બાળકીને પોતાનો હવસનો શિકાર બનાવવા માટે વેફરનું પેકેટ આપ્યું હતું. ત્યારબાદ તે બાળકીને પોતાની સાથે અવાવરૂં જગ્યા પર લઈ ગયો હતો. ત્યાં તે બાળકી સાથે શારીરિક અડપલા કરી રહ્યો હતો. તે વધુ કાંઈ કરે તે પહેલા એક દુકાનદાર ત્યાં પહોંચી જાય છે અને યુવકની આ કરતુતો જોઈને આસપાસના લોકોને ત્યાં બોલાવે છે.
ત્યારબાદ બધા લોકોએ ભેગા થઈને આરોપી અશ્વિન ને પકડ્યો હતો અને તેને બરાબરનો મેથીપાક આપ્યો હતો. ત્યારબાદ પોલીસને બોલાવીને આરોપીને તેને સોંપી દીધો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે 9 વર્ષની માસુમ બાળકીની માનસિક અવસ્થા થોડીક સારી ન હતી. આજે એક દુકાનદારના કારણે નવ વર્ષની બાળકી બચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના ગઈકાલે સાંજે લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ બની હતી. બાળકે પોતાના ઘર પાસે ઉભી હતી ત્યારે આરોપીએ તેને વેફરનું પડીકો આપવાના બહાને પોતાની પાસે બોલાવી હતી. પછી તેને પોતાની સાથે લઈ ગયો હતો અને તેની સાથે ન કરવાની વસ્તુ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તે પહેલા એક દુકાનદારે તેને પકડી પાડ્યો જેના કારણે નવ વર્ષની બાળકી બચી ગઈ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment