હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં ડાન્સ કરતા કરતા, ગરબે રમતા રમતા અથવા તો જીમમાં કસરત કરતા કરતા લોકોના મૃત્યુ થયા હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોતાના મિત્રના લગ્નમાં ડાન્સ કરતા કરતા એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મધ્યપ્રદેશના રિવા જિલ્લામાંથી સામે આવી રહી છે. અહીં લગ્નમાં ડાન્સ કરતી વખતે અચાનક જ વરરાજાનો મિત્ર જમીન પર ઢળી પડે છે. ત્યારબાદ તે ફરી ઉભો થઈ શકતો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડાન્સ કરતી વખતે યુવકને હાર્ટ એટેક આવી ગયું હતું.
આ કારણોસર તેનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર કાનપુર થી રીવા એક જાન આવી હતી. જાનમાં આવેલા જાનૈયાઓ ડીજેના તાલ ઉપર મન મૂકીને ડાન્સ કરી રહ્યા હતા. જાન ધીમે ધીમે લગ્ન સ્થળ તરફ આગળ વધી રહી હતી. આ દરમિયાન જાનમાં સામેલ 32 વર્ષીય અભય સંચાન ડીજેના તાલ પર ડાન્સ કરી રહ્યો હતો.
ડાન્સ કરતી વખતે અચાનક જ અભય જમીન પર પડી જાય છે. અન્ય જાનૈયાઓ કાંઈ સમજે તે પહેલા તો અભયનું મૃત્યુ થઈ ગયું હતું. અભયનું મૃત્યુ થતા જ ખુશીના ઉત્સવમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના મંગળવારના રોજ રાત્રિના સમયે બની હતી. પરંતુ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો અજય વરરાજાનો મિત્ર હતો.
અભય પોતાના મિત્રના લગ્નમાં રાત્રે 12:00 વાગ્યાની આસપાસ જાનમાં ડીજેના તાલ પર મન મૂકીને ડાન્સ કરી રહ્યો હતો. કડકડતી ઠંડીમાં તમામ જાનૈયાઓ ડાન્સ કરી રહ્યા હતા. થોડીક વાર ડાન્સ કર્યા બાદ અચાનક જ અભય જમીન પર પડી ગયો હતો. જેના કારણે આસપાસના જા ને આવો ત્યાં એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક બેન્ડબાજા બંધ કરાવીને અભયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
रीवा
यार की शादी में नाचते हुए दोस्त को आया हार्ट अटैक
अस्पताल पहुंचते ही डाक्टरों ने कर दिया मृत घोषित
शादी की खुशियां मातम में हुई तब्दील
कानपुर से रीवा आई थी बारात#viral #Live #ViralVideos #shadi #marriage #Dance pic.twitter.com/gkphk4s5aj— Naresh Parmar (@nareshsinh_007) January 19, 2023
હોસ્પિટલમાં હાજર ડોક્ટરે અભયની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. અભયનું મૃત્યુ થતાં જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. અભયના મૃત્યુનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેક આવવાના કારણે અભયનું મૃત્યુ થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment