ઉતરાયણની ખુશીઓમાં પરિવારમાં માતમ છવાઈ ગયો..! નવું એક્ટિવ લઈને ઘરે જઈ રહેલા પરિવારને રસ્તામાં નળીઓ અકસ્માત…ગળામાં દોરી ફસાતા અઢી વર્ષની દીકરીનું મોત…

મિત્રો ભાવનગર શહેરમાં વાસી ઉતરાયણના દિવસે બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં પતંગની ઘાતક દોરીના કારણે એક હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર વાસી ઉતરાયણના દિવસે એકટીવા ઉપર જઈ રહેલા માં-બાપની અઢી વર્ષની માસુમ દીકરીના ગળામાં પતંગની દોરી ફસાતા દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને દીકરીએ ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર પરિવાર વાસી ઉતરાયણના દિવસે નવું એક્ટિવ છોડાવીને પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન માસુમ બાળકી આગળ ઊભેલી હતી. ત્યારે અચાનક જ રસ્તા ઉપર પતંગની દોરી આવી જતા આ દુઃખદ ઘટના બની હતી. માત્ર અઢી વર્ષની દીકરીની મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ભાવનગર શહેરના માર્કેટયાર્ડ પાસે આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા પુનિતભાઈ રામપ્રસાદ યાદવ વાસી ઉતરાયણના દિવસે પોતાની પત્ની અને અઢી વર્ષની દીકરી સાથે નવી એકટીવા ખરીદવા માટે શોરૂમ પર ગયા હતા. એકટીવા ખરીદ્યા બાદ પુનિતભાઈ પોતાની પત્ની અને અઢી વર્ષની દીકરી કીર્તિની સાથે ઘર તરફ આવી રહ્યા હતા.

આ દરમિયાન કીર્તિ એકટીવા પર આગળ ઊભેલી હતી. પુનિતભાઈ પોતાના પરિવાર સાથે ઘરે પહોંચે તે પહેલા બોરતળાવ રોડ પર મારુતિ ઇમ્પેક્ષ સામે ચાલુ વાહને અઢી વર્ષની દીકરીના ગળામાં પતંગની દોરી ફસાઈ ગઈ હતી. જેના કારણે દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ દીકરીના માતા-પિતા દીકરીને લઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.

પરંતુ ત્યાં સુધીમાં તો ઘણો બધો સમય વીતી ગયો હતો અને દીકરીનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘાતક દોરીના કારણે એક હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે. માતા પિતાની નજર સામે અઢી વર્ષની દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

પતંગની દોરીના કારણે અકસ્માતના બનાવ સતત વધવાના કારણે સરકારે આ ઉતરાયણમાં હતો. રસ્તા ઉપર પતંગ ઉડાડવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ ઉપરાંત ચાઈનીઝ દોરી વિરુદ્ધ પણ અભ્યાસ ચાલ્યું હતું. તેમ છતાં પણ આ વખતે ઉત્તરાયણ પહેલા અને ઉતરાયણના દિવસે ઘણા લોકોના અકસ્માત થયા છે અને ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*