આપણે સોશિયલ મીડિયા પર ઘણી વખત જંગલી પ્રાણીઓના શિકારના ઘણા અવારનવાર વિડીયો જોતા હશે. અમુક વખત એવા વિડિયો પણ સામે આવતા હોય છે જે જોઈને આપણા રુવાટા પણ બેઠા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જેમાં તમે જોઈ શકો છો કે, એક વિશાળ હાથી પર બેઠેલા યુવકનો શિકાર કરવા માટે એક ખુખાર વાઘ ખૂબ જ લાંબી છલાંગ લગાવે છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વિડીયો ઘણો જૂનો છે પરંતુ સોશિયલ મીડિયા પર ફરી એક વખત વિડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ હાથી પર સવાર થઈને જંગલની સફરની મોજ માણી રહ્યો છે. પરંતુ તેને સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે અહીં તેના ઉપર એક ખુખાર વાઘ જીવલેણ પ્રહાર કરશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મોટા મોટા ઘાસમાં છુપાયેલો એક ખૂંખાર વાઘ કેવી રીતે ખૂબ જ લાંબી લગાવીને હાથી ઉપર બેઠેલા વ્યક્તિ ઉપર ત્રાટકી પડે છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાથી પર બેઠેલો વ્યક્તિ ખુખાર વાઘને જોઈને સૌપ્રથમ તો પોતાના હાથમાં રહેલી લાકડી થી વાઘને ભગાડવાની કોશિશ કરે છે. પરંતુ ખૂંખાર વાઘ તે વ્યક્તિ ઉપર ત્રાટકી પડે છે. ત્યારબાદ તે વ્યક્તિ સાથે શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે તે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હશે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર @weirdterrifying નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો બે મિલિયનથી પણ વધારે લોકો એ જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
Wait for tiger pic.twitter.com/SfAdCKjzFF
— Weird and Terrifying (@weirdterrifying) December 28, 2022
વાયરલ વીડિયો જોઈને ભલભલા લોકોના રુવાટા બેઠા થઈ ગયા છે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઉપરાંત હાથી પર બેઠેલા વ્યક્તિ સાથે શું થયું તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment