અમદાવાદ શહેરમાં ગઈકાલે ભુલાભાઈ ચાર રસ્તા પાસેની કર્ણ હોસ્પિટલના ઓપરેશન થિયેટરના કબાટમાંથી એક મહિલાનું મૃતદેહ અને બેડની નીચેથી મહિલાની માતાનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બંનેના જીવ કોને લીધો તે બાબતને લઈને ઘણા સવાલો ઊભા થઈ રહ્યા હતા. ત્યારે આ ઘટનાને લઈને મોટો ખુલાસો થયો છે. માં અને દીકરીનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ હોસ્પિટલમાં કમ્પાઉન્ડ તરીકે નોકરી કરતા મનસુખ નામના વ્યક્તિએ લીધો હતો.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો મૃત્યુ પામેલી યુવતીનું નામ ભારતી હતું અને તેની માતાનું નામ ચંપાબેન હતો. ભારતીને કાનમાં તકલીફ હતી. એટલે તે રોજ પોતાની માતાને સારવાર માટે કહેતી હતી. આ વિસ્તારમાં ભુલાભાઈ ચાર રસ્તા પાસેની કર્ણ નામની આંખ, કાન અને ગળાની હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં મનસુખ નામનો કમ્પાઉન્ડ છેલ્લા 15 વર્ષથી કામ કરે છે. ભારતીબેન અને ચંપાબેન બંને હોસ્પિટલમાં ગયા.
ત્યારે ભારતીના કાનના પડદાનું ઓપરેશન કરવાનું કહેવામાં આવ્યું હતું. ઓપરેશનને લઈને માં-દીકરીની વાત ડોક્ટર સાથે ચાલતી હતી ડોક્ટરે લગભગ ઓપરેશનના 30,000 રૂપિયા કીધા હશે. ઓપરેશનની રકમ વધારે હોવાની વાતનો ફાયદો ઉઠાવીને મનસુખ એક્ટિવ થઈ ગયો હતો. ત્યાર પછી મનસુખે ચંપાબેનને કહ્યું હતું કે, તમારી દીકરીનું ઓપરેશન હું કરી આપીશ. ડોક્ટર ભલે ગમે તેટલા રૂપિયા કહે. હું તમને ખૂબ જ ઓછી રકમમાં તમારી દીકરીની સારવાર કરી આપીશ. મનસુખની આ વાતમાં ચંપાબેન અને ભારતીબેન ભોળવાઈ ગયા હતા.
ત્યાર પછી મનસુખ ચંપાબેન અને ભારતીને મળવા તેમના ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેમની પાસે 3000 રૂપિયા ઉછીના લીધા હતા અને કહ્યું હતું કે ઓપરેશનમાં આ રૂપિયાનો હિસાબ કરી આપીશ. ત્યારબાદ મનસુખે ફરીથી રૂપિયાની માંગણી કરી હતી. આ વખતે મનસુખ કે ઓપરેશન માટેના પુરા પૈસા આપવાની વાત કરી હતી. ત્યારબાદ બુધવારના રોજ સવાર મનસુખે ભારતીબેન અને ચંપાબેન ને ક્લિનિક શરૂ થાય તે પહેલા ક્લિનિક પર બોલાવ્યા હતા.
મા દીકરીને બંનેને મનસુખે 9:30 પહેલા ક્લિનિકે આવવાનું કહ્યું હતું. કારણકે મનસુખ દરરોજ ક્લિનિકમાં 9:30 થી 10:30 સુધીના સીસીટીવી કેમેરા બંધ કરી દેતો હતો. અને તે પછી અમુક દર્દીઓને ડોક્ટર આવે નહીં તે પહેલાંનો સમય આપીને સામાન્ય સારવાર કરતો હતો અને તે પૈસા પોતાના ખિસ્સામાં નાખતો હતો. બુધવારના રોજ સવારે ભારતીબેન અને ચંપાબેન બંને કરણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
ત્યારબાદ મનસુખે ભારતીબેનનું કાનનું ઓપરેશન કરવાનું શરૂ કર્યું. તે ડોક્ટર ન હતો પરંતુ અનુભવી હતો. તેથી તેને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન હરિઓ અને ત્યારબાદ ભારતીબેનને ઓપરેશન થિયેટર પાસે લઈ ગઈ. ત્યાં તેને ભારતીને ઇન્જેક્શન લગાવ્યું હતું. ત્યારે ચંપાબેન પણ ત્યાં હાજર હતા. પેલું ઇન્જેક્શન આપ્યું ત્યારે ભારતીબહેનને અસર થઈ રહી તેથી મનસુખે એનેસ્થેસિયાનો બીજો ડોઝ ભારતીબેનને આપ્યો હતો. આ વખતે દવાના ડોઝ ની અસર ભારતીબેન પર થવા લાગી.
ત્યાર પછી તો ભારતીબેન અચાનક જ બેભાન થઈ ગયા અને ડચકા મારવા લાગ્યા. આ બધું જોઈને ચંપાબેન બેભાન થઈ ગયા હતા. અને થોડીક વાર બાદ ભારતીબેનનું મોત થયું હતું. આ ઘટના બનતા જ મનસુખ ખૂબ જ ગભરાઈ ગયો. પોતાનો ભાંડોનો ફૂટી જાય તેથી તેને બેભાન થયેલા ચંપાબેન નું ગળું દબાવીને તેમનો જીવ લઈ લીધો. પછી તે ચિંતામાં પડી ગયો કારણ કે થોડાક જ સમયમાં દર્દી અને ડોક્ટર આવવાનું શરૂ થઈ જવાનું હતું.
ત્યારબાદ તેને ભારતીનું મૃતદેહ ઓપરેશન થિયેટરના એક નાના કબાટમાં મૂકી દીધું. કબાટમાં પડેલા ગેસના બાટલા તેને બહાર કાઢીને કબાટની આગળ મૂકી દીધા હતા. અને ઓપરેશન થિયેટરમાં આવેલા બેડની નીચે ચંપાબેનનું મૃતદેહ સંતાડી દીધું. ડોક્ટર આવે છે ત્યારે તેમને ઓપરેશન થિયેટરમાં ગેસના બાટલા બહાર જોયા હતા. તેથી તેમને કબાટ ખોલ્યો ત્યારે અંદરથી તેમને ભારતીબેન નું મૃતદેહ મળી આવ્યું હતું.
ત્યારબાદ આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે ખબર પડી કે ભારતીબેનની સાથે એક અન્ય મહિલા પણ હોસ્પિટલમાં આવી હતી. તેની તપાસ કરી ત્યારે બેડની નીચેથી ચંપાબેનનું મૃતદેહ મળી આવ્યું હતું. હાલમાં પોલીસે આરોપી મનસુખને ઝડપી પાડ્યો છે અને તેની પૂછપરછ કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment