સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે મંગળવારના રોજ રાત્રે બે વાગ્યાની આસપાસ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કર તથા ગંભીર અકસ્માતે સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બસના બંને કંડકટરના કરુણ મોત થયા હતા. આ ઉપરાંત અન્ય પાંચ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતની ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર માટે મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા બંને લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અકસ્માતની ઘટના ઝાંસીના બુદેલખંડ યુનિવર્સિટી પાસે બની હતી. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ રાત્રે બે વાગ્યાની આસપાસ રોડ ઉપર એક ઝડપી ટ્રક ચાલક પાછળથી બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન ટ્રક ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવે છે અને બસને જોરદાર ટક્કર લગાવે છે.
આ અકસ્માતની ઘટનામાં બસના બે કંડકટરનું મૃત્યુ થયું હતું. જ્યારે બસમાં સવાર અન્ય મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં 52 વર્ષીય કૈલાશભાઈ અને ઉમેશભાઈ નામના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ઉમેશભાઈ તેના માતા પિતાના એકના એક દીકરા હતા. ઉમેશભાઈ ના પિતાએ જણાવ્યું કે અકસ્માતની ઘટનાની માહિતી મળતા અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અકસ્માતની ઘટનામાં અમારો દીકરો ખરાબ રીતે કચડાઈ ગયો હતો. અમે અમારા દીકરાને ઓળખી શક્યા ન હતા. પરંતુ દિવાળી પર લીધેલા ચંપલ ઉપરથી અમે અમારા દીકરાને ઓળખ્યો હતો.
ઉમેશ ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો. ઉમેશનું મૃત્યુ થતાં જ પરિવારમાં તમે છવાઈ ગયો છે. આવતા વર્ષે ઉમેશ ના લગ્ન થવાના હતા. જ્યારે મૃત્યુ પામેલા કંડકટર કૈલાશ છેલ્લા 14 વર્ષથી બસમાં કંડકટર હતા. કૈલાશભાઈના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment