હાલમાં અમદાવાદ શહેરના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. 14 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી મહારાજના હાથે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નું ઉદઘાટન થયું હતું. આ મહોત્સવ એક મહિના સુધી ચાલવાનો છે. અહીં દરરોજ મોટા મોટા કલાકારો મોટા મોટા બિઝનેસમેનો અને મોટા મોટા નેતાઓ હાજરી આપી રહ્યા છે.
એટલું જ નહીં પરંતુ ઘણા દેશના વડાપ્રધાન પણ હજુ આગામી સમયમાં અહીં પધારશે. દરરોજ દેશ-વિદેશમાંથી લાખો લોકો અહીં મુલાકાતે આવે છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે છેલ્લા બે વર્ષથી તૈયારીઓ ચાલી હતી. છેલ્લા બે વર્ષથી સંતો અને હજારો સ્વયંસેવકો અહીં સેવા કરી રહ્યા છે. સ્વયમ સેવકોએ દિવસ રાત મહેનત કરીને પ્રમુખસ્વામી મહારાજ નગર ઉભું કર્યું છે.
ઘણા એવા પણ લોકો છે જેઓ પોતાની નોકરી, કરોડો રૂપિયાનો બિઝનેસ અને પરિવારને છોડીને અહીં છેલ્લા બે-ત્રણ મહિનાથી સેવાઓ કરી રહ્યા છે. ત્યારે આજે આપણે તેવા જ સ્વયંસેવક વિશે વાત કરવાના છીએ. આ સ્વયંસેવકોએ પ્રમુખસ્વામી શતાબ્દી મહારાજ મહોત્સવ માં સેવા આપવા માટે પોતાની હજારો રૂપિયાની નોકરી છોડી દીધી છે.
તેમનું નામ ધવલ પટેલ છે અને તેઓ નડિયાદના રહેવાસી છે. ધવલ પટેલ પહેલેથી જ સ્વામિનારાયણ ધર્મમાં અનુયાયી અને તે એક કંપનીમાં 85 હજાર રૂપિયા મહિની પગારવાળી નોકરી કરતો હતો. તેઓ છેલ્લા નવ વર્ષથી આ ફિલ્ડમાં નોકરી કરી રહ્યા છે. જ્યારે તેમને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા કરવાની તક મળી ત્યારે તેમને અહીં સેવા કરવા માટે પોતાની નોકરી છોડી દીધી છે.
તેમનું કહેવું છે કે હું અહીં છેલ્લા 6 મહિનાથી સ્વયંસેવક તરીકે ફરજ બજાવી રહ્યો છું. હું અહીં સેવા કરીને પોતાની જાતને ધન્યતા અનુભવું છું. મારા પરિવારમાં માતા પિતા અને પત્ની અને દીકરી છે. મેં મારી નોકરી દરમિયાન અમુક જગ્યાઓ પર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું આજે તેનાથી મારું ઘર ચાલી રહ્યું છે. મિત્રો આવા સ્વયંસેવકો ખૂબ જ ઓછા જોવા મળે છે.
જ્યારે બીજા એક યુવાન જેમનું નામ યતીન્દ્ર વરીયા છે અને તેઓ વડોદરાના એક ગામમાં રહે છે. તેઓ પેટ્રોલ પંપ પર મેનેજર તરીકે જોબ કરતા હતા. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા માટે તેમને પોતાની નોકરી છોડી દીધી છે. ત્યાંથી જોબ છોડ્યા બાદ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી તેમને બીજી જગ્યાએ ઓફર મળી ગઈ છે એટલે હવે તેમને જોબની કોઈ પણ પ્રકારની ચિંતા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment