મિત્રો તમને બધાને ખબર હશે કે અમદાવાદ શહેરને આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. દેશ વિદેશથી લોકો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમની મુલાકાતે આવી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે દેશ-વિદેશથી ઉત્સવમાં સેવા માટે પણ લોકો આવી રહ્યા છે. ઘણા એવા લોકો છે જેવો પોતાની લાખો રૂપિયાની કમાણી અને કામ ધંધો મૂકીને અહીં સેવા કરી રહ્યા છે.
ત્યારે આજે આપણે મુંબઈના તેવા જ સ્વયંસેવક વિશે વાત કરવાના છીએ. હાલમાં આ વિદ્યાર્થીની ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહી છે. આ વિદ્યાર્થીનું નામ વિવેક વાલિયા છે અને તે CAનો અભ્યાસ કરે છે. વિવેક મુંબઈથી અમદાવાદ સેવા કરવા માટે આવ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે વિવેકે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા કરવા માટે પોતાની CA ઇન્ટરની પરીક્ષા છોડી દીધી છે અને અહીં સેવા કરે છે.
વિવેક દિલ્હીના અક્ષરધામની પ્રતિકૃતિ બનાવવાના વિભાગમાં સેવા આપી રહ્યો છે. વિવેક 10-12 દિવસ નહીં પરંતુ છેલ્લા 4 મહિનાથી અહીં સેવા આપી રહ્યો છે. સૌપ્રથમ વિવેકે એક મહિનો જ સેવા આપવાનું નક્કી કર્યું હતું પછી તેને ત્રણ મહિના સેવા આપવાનું નક્કી કર્યું હતું. વિવેકે મીડિયા સાથે વાતચીત કરતા જણાવજો કે, હું સીએનો અભ્યાસ કરું છું. ફાઉન્ડેશન ક્લિયર કરીને હું અહીં સેવા માટે આવ્યો છું.
મારે ઇન્ટરની પરીક્ષા આપવા જવાની હતી પરંતુ ત્યારે હું સેવામાં હતો. એટલે મેં તે પરીક્ષા છોડી દીધી છે. હવે હું છ મહિના બાદ ઇન્ટરની પરીક્ષા આપીશ. મિત્રો પહેલા ઓગસ્ટ મહિનામાં વિવેક એકલો અહીં સેવા આપી રહ્યો હતો. પરંતુ હવે વિવેકનું આખું પરિવાર પ્રમુખસ્વામી શતાબ્દી મહારાજ મહોત્સવમાં સેવા આપી રહ્યું છે.
મિત્રો તમને જણાવી દઈએ કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં દરરોજ મોટા મોટા બિઝનેસમેનો અને ઘણા દિગ્ગજ લોકો આવે છે. ત્યારે આજરોજ અહીં એચડીએફસી ચેરમેન દિપક પારેખ, રામકૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા જેવા દિગ્ગજ બિઝનેસમેન અહીં હાજરી આપવાના છે.
600 એકરમાં નિર્માણ કરેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નો આજે ત્રીજો દિવસ છે. પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી મહારાજના હાથે મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને દિગ્ગજ બિઝનેસમેન ગૌતમ અદાણી અહીં હાજરી આપવા માટે આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment