હાલમાં અમદાવાદ શહેરના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાય રહ્યો છે. દેશના અને દુનિયાના ખૂણે ખૂણેથી ભક્તો અહીં સેવા આપી રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આગામી 15 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. દરરોજ અહીં લાખો લોકો મુલાકાત લઇ રહ્યા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે ઘણા બધા એવા હરિભક્તો છે જેમને પોતાની લાખો રૂપિયાની કમાણી જાતિ કરીને અહીં સેવાના કામમાં આવ્યા છે. ત્યારે આજે આપણે સુરતના એક યુવાનના અનોખા સંકલ્પ વિશે વાત કરવાના છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે સુરતના કલ્પેશભાઈ હિરપરા નામના વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનથી પ્રેરણા લઈને સનાતન ધર્મ માટે પદયાત્રા કરવાનું નક્કી કર્યું છે.
કલ્પેશભાઈ સમગ્ર દેશભરમાં 10318 કિલોમીટરની પદયાત્રા કરશે. આ પદયાત્રા તેઓ એક વર્ષમાં પૂર્ણ કરશે તેઓ નિર્ણય તેમને લીધો છે. કલ્પેશભાઈ હિરપરા બીએપીએસ સંસ્થાના મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લઈને પદયાત્રા પર નીકળશે. પદયાત્રા દરમિયાન કલ્પેશભાઈ 12 જ્યોતિર્લિંગ, ચારધામ, રામ જન્મભૂમિ અને કૃષ્ણ જન્મભૂમિ તેમ જ સ્વામિનારાયણ ભગવાનની જન્મભૂમિ પર પહોંચશે.
તેઓ તમામ ધાર્મિક સ્થળ પર પદયાત્રા કરીને તમામ નદીઓનું જળ એકત્રિત કરી 12 જ્યોતિર્લિંગના શિવલિંગ પર અભિષેક કરશે. કલ્પેશભાઈ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા માટે આ અનોખું સેવાનું કામ કરવાનો નિર્ણય લીધો છે.
કલ્પેશભાઈ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, તેઓ ક્યારેય પણ પ્રમુખસ્વામી મહારાજને મળ્યા નથી. છતાં પણ પ્રમુખસ્વામી મહારાજનું જીવન અને સમાજ માટેના યોગદાનથી તેઓ પ્રેરાયા છે. કલ્પેશભાઈ વધુમાં જણાવ્યું કે જ્યારે બાપા ધામમાં ગયા ત્યારે તેનામાં એક પ્રકારનો લગાવ અને લાગણી ઉત્પન્ન થઈ હતી.
તેઓ પોતાના મિત્રો સાથે સારંગપુર બાપાના અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યાંથી તેમને કાંઈક સંકલ્પ કરવાનું નક્કી કર્યું હતું. આખરે તેમને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સંકલ્પ લીધો કે બાપાને શ્રદ્ધાંજલિ આપવા માટે તેઓ 10318 કિલોમીટરની પદયાત્રા કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment