મિત્રો હાલમાં તો ગુજરાતમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ ચર્ચાનો વિષય બનેલા છે. 7 ડિસેમ્બરે દેવાયત ખવડ બે લોકો સાથે મળીને મયુર સિંહ રાણા નામના વ્યક્તિ ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા અને ત્યારબાદ તેઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસ દેવાયત ખવડની શોધખોળ કરી રહી હતી. ઘટનાના 8 દિવસ થઈ ગયા છતાં પણ હજુ સુધી દેવાયત ખવડનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નથી.
આ ઘટના બન્યા બાદ દેવાયત ખવડના ઘણા જુના વિડિયો સોશિયલ મળ્યા પર ખૂબ જ વાયરલ થયા હતા. ત્યારે હાલમાં દેવાયત ખવડ અને મયુરસિંહ રાણાનો એક જુનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈપણ માહિતી મળી નથી. આ વીડિયોમાં મયુરસિંહ રાણા દેવાયત ખવડના ડાયરામાં સ્ટેજ પર ચડીને પૈસા ઉડાડતા જોવા મળી રહ્યા છે.
એટલું જ નહીં પરંતુ દેવાયત ખવડ પણ મયુરસિંહ રાણાના વખાણ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે દેવાયત ખવડ સ્ટેજ પર બેઠેલા જોવા મળી રહ્યા છે. ત્યારે મયુરસિંહ રાણા સ્ટેજ પર પૈસા ઉડાડવા માટે આવે છે.
જ્યારે મયુરસિંહ રાણા સ્ટેજ પર આવે છે ત્યારે દેવાયત ખવડ મયુરસિંહ રાણાના મન મૂકીને વખાણ કરે છે. આ વીડિયોની અમારી વેબસાઈટ ગુજ્જુ રોક્સ પુષ્ટિ કરતું નથી. તમને જણાવી દઈએ કે આ વિડીયો ઘણો જૂનો છે. પરંતુ દેવાયત ખવડ વિવાદમાં આવતા આ વિડીયો ફરી એક વખત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બે દિવસ પહેલાં મયુરસિંહ રાણાના પરિવારજનો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી.
જેમાં મયુરસિંહ રાણાના પિતરાઈ ભાઈ પ્રદીપસિંહ ઝાલા એ જણાવ્યું હતું કે, દેવાયત ખવડને પોલીસ સાથે સારી સાંઠગાંઠ છે. દેવાયત ખવડ અને તેમના ભાઈઓ એવું કહી રહ્યા છે કે પોલીસ મારા ખિસ્સામાં છે. આ આક્ષેપ પ્રદિપસિંહ ઝાલાએ કર્યા હતા. પછી વધુમાં જણાવ્યું હતું કે જો 48 કલાકમાં દેવાયત ખવડને પકડવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.
દેવાયત ખવડના ડાયરામાં સ્ટેજ પર ચડીને પૈસા ઉડાડતા મયુરસિંહ રાણાનો વિડીયો થયો વાયરલ, દેવાયત ખવડે કર્યા હતા મયુરસિંહના વખાણ… જુઓ વાયરલ વિડિયો… pic.twitter.com/Mzt5iP9Gce
— GUJJU ROCKZ (@gujju_rockz) December 15, 2022
થોડા દિવસો પહેલા દેવાયત ખવડનો એક જુનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં દેવાયત ખવડ સ્ટેજ પર બેસીને બોલી રહ્યા હોય છે કે, FRIનો ઢગલો થઈ જાય તો પણ મુંજાવાનું ન હોય. આજે તે જ દેવાયત ખવડ માત્ર એક FIR થતાં ભાગી ગયો છે અને 8 દિવસ થયા છતાં પણ હજુ દેવાયત ખવડ પોલીસના હાથમાં આવ્યો નથી. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમે જ જણાવો કે આવા આરોપીઓને શું સજા મળવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment