સુરતમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટના દરેક માતા પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક 5 વર્ષની માસુમ બાળકે રમતી રમતી ત્રીજા માળેથી નીચે પડી ગઈ હતી. આ કારણસર બાળકીનું દર્દનાક મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર બાળકી ત્રીજા માળની ગેલેરીમાંથી નીચે પડી હતી. જેના કારણે બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. દીકરીનું મોત થતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો સુરતના પાંડેસરા ભગવતીનગર પાસે રહેતા દીપકભાઈ પ્રસાદ નામની 5 વર્ષની દીકરી અપ્રિતી ઘરની ગેલેરીમાં રમી રહી હતી.
દીકરી ગેલેરીમાં રમતી રમતી અચાનક જ ત્રીજા માળેથી નીચે પડી હતી. આ ઘટના બનતા જ ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ ઘટનામાં માસુમ બાળકીના માથાના ભાગે અને કપાળના ભાગે ગંભીર ઈચ્છા પહોંચી હતી.
સમગ્ર ઘટના બન્યા બાદ બાળકીને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું દર્દનાક મોત થયું હતું. માસુમ દિકરીનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પાંડેસરા પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના બનતા જ ચારે બાજુમાં તમે છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક સ્થાનિક વિકાસ કુમાર નામના વ્યક્તિએ જણાવ્યું, અમે અહીં નીચે બેઠા હતા. આ દરમિયાન ઉપરથી પાંચ વર્ષની બાળકી નીચે પડી.
અમે સૌ ગભરાઈ ગયા ત્યારબાદ અમે તાત્કાલિક 108 ની ટીમને ફોન કર્યો હતો અને 108 ની મારફતે બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. આ કિસ્સો દરેક માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment