ગુજરાતમાં હાલમાં ચર્ચાનો વિષય બનેલા દેવાયત ખવડ આ નાનકડા એવા ગામના છે..! એક સમયે ગરીબીમાં જીવન જીવતા દેવાયત ખવડ પાસે આજે આલિશાનો બંગલો અને મોંઘી મોંઘી કાર…

ગુજરાતના લોક ગાયક કલાકાર એવા દેવાયત ખવડ ને તો તમે ઓળખતા જ હશો કે જે હાલ ચર્ચાનો વિષય બન્યા છે. તેઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં લોકસાહિત્ય નું રસપાન કરાવવામાં ખૂબ જ પ્રખ્યાત રહી ચૂક્યા છે, ત્યારે હાલ તેઓ ના જીવનમાં એક એવી મુશ્કેલી આવી પડી છે કે તેમને પોતાના જ ઘરની તાળો મળીને ફરાર થઈ જવું પડ્યું છે.

વાત જાણે એમ છે કે રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડ પર જીવલેણ પ્રયાસ કરવા બદલની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ તો તેમની શોધ કોણ પણ હાથ ધરાય છે. તેમણે એક યુવક પર જીવલેણ પ્રયાસ કર્યો હોવાથી યુવકના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે, તેથી હાલ પોલીસ દેવાયત ખવડને શોધી રહી છે.

કિસ્સા વિશે વિસ્તૃતમાં વાત કરીશ તો દેવાયત ખવડ એ કાલાવડ રોડ ઉપરની વિષ્ણુ વિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયુરસિંહ સંબંધસિંહ રાણાપર ધોળા દિવસે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે કારમાંથી ઉતરીને તેમની સાથે યુવક પણ હતો. તેમના દ્વારા એક અજાણ્યા શખ્સે હજુ તો મયુરસિંહ કંઈક સમજે તે પહેલા જ દેવાયત ખવડે પોતાની ગેંગ સાથે મળીને મયુરસિંહ પર જીવલેણ પ્રહાર કર્યા હતા. તેથી મયુરસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હાલ તો આ ઘટનાના 72 કલાક વીતી ગયા છતાં પણ દેવાયત ખવડ પોલીસની પકડથી દૂર છે અને દેવાયત ખવડ નો ફોન પર સ્વિચ ઓફ આવી રહ્યો છે. હાલ તો પોલીસ દ્વારા તેમના ઘરના મેઇન ગેટ પર તાળું મારી દેવામાં આવ્યું છે અને હાલ દેવાયત ખવડના વતન એટલે કે મોળી દુધઈ ગામે પોલીસની ટીમ રવાના થઇ છે દેવાયત ખવડ ના અમુક જુના વિડીયો પણ આ મામલાને લઈને હાલ વાયરલ થઈ રહ્યા છે.

તેમના જીવન વિશે વાત કરીએ તો એક સામાન્ય વ્યક્તિમાંથી ગુજરાતના લોકપ્રિય કલાકાર અને કરોડોની સંપત્તિના માલિક બની ગયા છે, ત્યારે તેમનો જન્મ 13 સપ્ટેમ્બર 1986 ના રોજ સુરેન્દ્રનગરના મુળીદુધઈ નામના ગામમાં થયો હતો.તેમણે એક થી સાત સુધીનો અભ્યાસ દુધઈમાં જ કર્યો હતો અને ત્યારબાદ તેમણે માધ્યમિક શાળાના અભ્યાસ કરવા માટે બીજા ગામ જતા હતા.

વાત કરીએ તો દેવાયત ખવડને ભણવામાં બિલકુલ રસ નહોતો તેઓ બીજી જ પ્રવૃત્તિમાં કંઈક હાસિલ કરવા માંગતા હતા એટલું જ નહીં પરંતુ તેમના પિતા પાસે જમીન પણ નહોતી. દેવાયત ખવડ એ અત્યાર સુધી અનેક પુસ્તક વાંચ્યા છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની રસધાર સોરઠી બહારવટિયા કે પુસ્તકો તેમણે વાંચ્યા છે. તેમના પહેલા પ્રોગ્રામની કે જેઓ હનુમાનજીના મંદિરે એક પ્રોગ્રામ કર્યો હતો. તેમાં માત્ર 10 લોકો જ હાજર હતા અને તેમાં તેમણે પ્રભાતિયું ગાયું હતું.

ત્યાંથી જ તેમને ધીમે ધીમે પોતાની જાતને જ કેળવી જ્ઞાન મેળવતા રહ્યાં અને હાલ તેઓ જે સ્થળે પહોંચ્યા છે ત્યાં પહોંચવા માટે તેમણે જીવનમાં અનેકવિધ મુશ્કેલીઓનો સામનો પણ કર્યો છે તેમ પણ કહી શકાય. તેઓ સતત મહેનત અને પ્રેક્ટિસના લીધે હાલ સારા એવા કલાકાર બની ગયા છે અને ખૂબ નામના પણ મેળવી છે તેમને આલિશાન બંગલો છે અને ગુજરાતના લોકપ્રિય કલાકારમાં પણ તેમનું એક આગવું જ નામ છે. અત્યારે હાલ બનેલી એ ઘટનામાં એક યુવક પર હુમલો કરનાર દેવાયત ખવડને પોલીસ દ્વારા શું સજા મળે છે એ તો જોવું જ રહ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*