સમય સમયની વાત છે..! એક સમયે આખું ગામ આ વ્યક્તિનો મજાક ઉડાવતું હતું, પરંતુ આજે આ વ્યક્તિ પાસે દુબઈમાં 22 ફ્લેટ અને કરોડો રૂપિયાની…

મિત્રો આપણે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હશું. ઘણી વખત સોશિયલ મીડિયામાં ઘણા લોકોની જીવનની સફળતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આજે આપણે કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા એક વ્યક્તિ વિશે અને તેમની જીવનની સફળતા વિશે વાત કરવાના છીએ. આ વ્યક્તિ એક નજીવા કારણે દુબઈમાં આવેલી ભુજ ખલીફામાં એક સાથે 22 પ્લેટ લઈ લીધા.

તો ચાલો જાણીએ આ વ્યક્તિએ આવું શા માટે કર્યું. આ વ્યક્તિનું નામ જ્યોર્જ વી નેરિયાપારામ્બિલનો છે. તેમનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. આજે તેમને પોતાના પરિશ્રમથી જીવનમાં અનોખી સફળતા હાસલ કરી લીધી છે. તેઓ માત્ર 11 વર્ષના હતા ત્યારથી તેઓએ પોતાના પિતાને કામમાં મદદ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ જે ગામમાં રહેતા હતા તે ગામમાં મોટેભાગના ખેડૂતો કપાસના વ્યવસાય સાથે જોડાયેલા હતા.

જ્યારે કપાસના મોટા વેપારીઓ નકામા કપાસના બીજ ફેંકી દેતા હતા. ત્યારે જ્યોર્જ વી નેરિયાપારામ્બિલને જે કપાસના બીજને સાફ કરીને તેમાંથી ગમ બનાવવાનું શરૂ કર્યું હતું. આ વ્યવસાય શરૂ કર્યા બાદ તેમને થોડાક સમય માટે મેકેનિકલ તરીકે પણ કામ કર્યું હતું. તેમને ઘણા નાના મોટા વ્યવસાય કર્યા પછી 1976 માં તેઓ શારજાહ ગયા હતા. મિત્રો તમને બધાને ખબર હશે કે શારજાહનું વાતાવરણ ગરમ છે.

તે ગરમ વાતાવરણને ધ્યાનમાં રાખીને તેઓએ ત્યાં એર કન્ડીશનીંગનો વ્યવસાય શરૂ કર્યો હતો. બસ ત્યાર પછી તો તેમને સખત મહેનત કરી આબાદ GEO ગ્રુપ ઓફ કંપનીઝનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. તેઓ કરોડો રૂપિયાની સંપત્તિના માલિક બની ગયા હતા. તેમને દુબઈમાં આવેલી બુર્જ ખલીફા બિલ્ડીંગમાં 22 પ્લેટ ખરીદ્યા હતા. ત્યારબાદ તેનું નામ ચર્ચામાં આવ્યું હતું.

મિત્રો જ્યારે તેઓ પોતાના પરિવાર સાથે ગરીબીમાં જીવન વિતાવી રહ્યા હતા ત્યારે તેમના સંબંધીઓ અને કેટલાક સમાજના લોકો તેમનું અપમાન કરતા હતા. મિત્રો તમે બધા વિચારતા હશો કે શા માટે તેમને બુર્જ ખલીફામાં 22 ફ્લેટ લીધા? તો ચાલો તેના પાછળનું કારણ જાણીએ. મિત્રો જ્યોર્જ વી નેરિયાપારામ્બિલ અને તેના કેટલાક સંબંધીઓ બુર્જ ખલીફા બિલ્ડીંગ જોવા માટે ગયા હતા.

ત્યાર પછી સંબંધીઓ તેમની મજાક ઉડાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જુઓ આ બુર્જ ખલીફા બિલ્ડીંગ છે. તમે આ બિલ્ડિંગમાં પ્રવેશ પણ મેળવી શકતા નથી. આ વાત સાંભળીને તમને ખૂબ જ અપમાન લાગ્યું હતું. તે સમયે તેઓ ગરીબ હતા. પછી તેમને પોતાના મનમાં નક્કી કરી લીધું હતું કે આ મજાકની હવે હું હકીકતમાં બદલીશ. મિત્રો તેમને 6 વર્ષ પછી બુર્જ ખલીફા બિલ્ડીંગમાં 22 પ્લેટ ખરીદ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*