“માયકાંગલીનાવ તમારે બાધવા જ ન જવાય” તેવું કહેનાર દેવાયત ખવડને ઘરે તાળું મારીને ભાગવું પડ્યું…તમે જ કહો આવા કલાકારને સ્ટેજ પર ચડવા દેવાય…

મિત્રો તમને બધાને ખબર હશે કે લોકસાહિત્યકાર દેવાયત ખવડ હંમેશા વિવાદમાં રહે છે. આજથી થોડા દિવસ પહેલા દેવાયત ખવડ મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર પોતાની ગેંગ સાથે મળીને જીવલેણ પ્રહાર કર્યા હતા. જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ જ્યારે દેવાયત ખવડને પકડવા તેના ઘરે પહોંચી ત્યારે દેવાયત ખવડ ઘરે તાળું મારીને ભાગી ગયા હતા.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર દેવાયત ખવડનો ડાયરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપ વાયરલ થતા જ દેવાયત ખવડ રમુજી પાત્ર બની ગયા છે. બધા તેમની ઉપર હસી રહ્યા છે. ચાલો જાણીએ એવું તો શું છે આ વીડિયોમાં. મિત્રો તમને જણાવી દઈએ કે મયુરસિંહ રાણા ઉપર જીવલેણ પ્રહાર કર્યા બાદ દેવાયત ખવડ રફુચક્કર થઈ ગયા છે અને તેમનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે.

સ્ટેજ પર બેસીને વટ અને ખુમારીની વાતો કરનાર દેવાયત ખવડને આજે ભૂગર્ભમાં ઉતરી ગયા. મિત્રો તમને જણાવી દઈએ કે રાજકોટ પોલીસ દેવાયત ખવડ ને પકડવા તેના મૂળ વતન દુધઈ પણ પહોંચી હતી. પરંતુ ત્યાં પણ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નથી. દેવાયત ખવડ સહિત એક પણ આરોપી પકડાયા નથી.

જેને લઈને મયુરસિંહ રાણા તરફના સમર્થકોએ દેવાયત ખવડ ની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી તેવી માંગ કરી હતી. જ્યારે હાલમાં સોશિયલ મીડિયામાં દેવાયત ખવડના એક ડાયરાનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્ટેજ પર બેસીને દેવાયત ખવડ કહી રહ્યા છે કે, FIRના ઢગલા થઈ જાય તો પણ મૂંઝાવવાનું ન હોય.

આવા શબ્દ બોલનાર દેવાયત ખવડ પર આજે એક FIR થતાં જ ઘરે તાળું મારીને ગાયબ થઈ ગયા છે. વીડિયોની શરૂઆતમાં તમે જોઈ શકો છો કે દેવાયત ખવડ કરી રહ્યા છે કે, “માયકાંગલીનાવ આવું તમારે બાધવા જ ન જવાય” આવો શબ્દ બોલનાર દેવાયત ખવડ આજે બાધી બાધીને ભાગી ગયો છે.

આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે અને બધા વચ્ચે ખુમારીની વાતો કરનાર દેવાય જ ખવડ આજે રમુજી પાત્ર બની ગયું છે.

મિત્રો પીડિત મયુરસિંહ રાણા ની માતાશ્રીએ જણાવ્યું કે, લગભગ એક વર્ષ પહેલા પાર્કિંગની બાબતે દેવાયત ખવડ અને મયુર સિંહ રાણા વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. પછી મયુરસિંહ રાણા સમાધાન કરવા માટે પણ તૈયાર હતા. ત્યારે દેવાયત ખવડે સમાધાન કરવાની ના પાડી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*