સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે આજે આપણે એક ચોકાવનારા કિસ્સા વિશે વાત કરવાના છીએ. ઓલું કહેવાય છે ને કે, દેને વાલા જબ ભી દેતા દેતા છપ્પડ ફાડ કે… એવું જ કંઈક આ વ્યક્તિ સાથે બન્યું છે. આ વ્યક્તિ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કામ કરતો હતો.
ઉત્તર પ્રદેશના આ મજૂરના બેંકના ખાતામાં અચાનક જ કરોડો રૂપિયા આવ્યા હતા. પરંતુ થોડીક વાર બાદ આ રૂપિયા પાછા ચાલ્યા ગયા હતા. યુપીના કન્નૌજ જિલ્લાના 45 વર્ષીય દૈનિક વેતન મજૂર બિહારી લાલે નામના વ્યક્તિએ તેમના ગામના એક જાહેર સેવા કેન્દ્રમાં તેમના બેંક ઓફ ઇન્ડિયાના જન ધન ખાતામાંથી 100 રૂપિયા ઉપાડ્યા હતા.
થોડીક વાર બાદ તેના ફોનમાં એક એસએમએસ આવ્યો હતો અને જેમાં તેના ખાતામાં 2700 કરોડ રૂપિયા બેલેન્સ છે તેઓ દર્શાવવામાં આવ્યું હતું. આ એસએમએસ જોઈને બિહારી લાલાને વિશ્વાસ થતો ન હતો. જેથી તે તાત્કાલિક બેંકના કર્મચારી પાસે પહોંચ્યો હતો અને પોતાનું એકાઉન્ટ ચેક કરાવ્યું હતું.
ત્યારે તેને ખબર પડી કે તેના ખાતામાં 2700 કરોડ રૂપિયા બેલેન્સ છે. મીડિયા સાથે વાતચીત કરતા બિહારી લાલે જણાવ્યું હતું કે, મે બેન્કના કર્મચારીને ફરી એક વખત એકાઉન્ટ ચેક કરવાનું કહ્યું હતું. ત્યારબાદ અમે ત્રણ વખત મારું એકાઉન્ટ ચેક કર્યું હતું. છતાં પણ મને વિશ્વાસ ન આવતો હતો તેથી બેંકના કર્મચારીએ મને મારા ખાતાનું સ્ટેટમેન્ટ કાઢીને પણ આપ્યું.
મેં જોયું ત્યારે મારા ખાતામાં 2700 કરોડ રૂપિયા બેલેન્સ હતું. જોકે બિહારી લાલની આ ખુશી થોડીક કલાકોની જ હતી. તે ફરી એક વખત પોતાનું એકાઉન્ટ ચેક કરવા માટે બેંકના શાખા ઉપર પહોંચ્યો હતો. ત્યારે તેનું બેલેન્સ માત્ર 126 રૂપિયા થઈ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને બેંકના મુખ્ય મેનેજર એ પત્રકારોને જણાવ્યું કે, આ સ્પષ્ટ પણે બેન્કિંગની ભૂલ હોઈ શકે છે.
અત્યારે તો બિહારી લાલનું ખાતું ફીઝ કરવામાં આવ્યું છે અને આ બાબત બેંકના વરિષ્ઠ અધિકારીઓ હોય પણ ધ્યાનમાં લીધી છે. મિત્રો તમને જણાવી દઈએ કે બિહારી લાલ રાજસ્થાનના એક ઈંટના ભઠ્ઠામાં મજૂરી કામ કરે છે. તે દરરોજના 400 થી 800 રૂપિયા માંડ માંડ કમાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment