હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ઘોડાનું રીબાઈ રીબાઈને મોત થયું છે. આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો જાન દરમિયાન બગી વરાજા સાથે ગટરમાં પલટી ખાઈ ગઈ હતી.
આ ઘટનામાં વરરાજો અને ઘોડો બંને ગંદા પાણીમાં ફસાઈ ગયા હતા. ત્યાં હાજર લોકોએ ભારે મહેનત બાદ વરરાજાને તેમાંથી બહાર કાઢ્યો હતો. પરંતુ ત્યાં હાજર લોકો ઘોડાને બહાર કાઢી શક્યા નહીં. આ કારણોસર ઘોડાનું મોત થયું હતું. આ ઘટના અલીગઢથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના ગુરૂવારના રોજ રાત્રે બની હતી.
વરરાજા બગીમાં બેસીને લગ્ન મંડપ તરફ જઈ રહ્યો હતો. જાન એક ગેસ્ટ હાઉસમાં જવાની હતી. જાન ગેસ્ટ હાઉસની બહાર પહોંચી ત્યારે જાનૈયાઓએ મન મૂકીને ડાન્સ કર્યો હતો. ત્યારે અચાનક જ ઘોડાની લગામ ઢેલી થઈ ગઈ અને બગી ગટરમાં પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં ઘોડો, બગી અને વરરાજા ત્રણેય ગટરમાં પડ્યા હતા.
આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. આસપાસના લોકો કાદવમાં કુદીયા હતા અને વરરાજાને બહાર લાવ્યા હતા. ત્યાં હાજર લોકોએ ઘોડાને પણ બહાર લાવવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ બધા પ્રયાસ નિષ્ફળ ગયા અને ઘોડાનું ઘટના સ્થળે મોત થયું હતું. ઘટનાના બીજા દિવસે સવારે ઘોડાના મૃત દેને ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.
ઘોડાના મૃત્યુ અંગે પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે અચાનક જ એક બગી ગટરમાં પલટી ખાઈ જાય છે.
#UttarPradesh#Aligarh#wedding#weddingseason
बारात के वक्त पैर फिसला और नाले में दूल्हे समेत गिर गई घोड़ी… pic.twitter.com/6aTkJePuIH— Sweta Gupta (@swetaguptag) December 9, 2022
સમગ્ર ઘટનાને લઈને પોલીસનું કહેવું છે કે, જાનમાં કેટલાક લોકો નશાની હાલતમાં ડાન્સ કરી રહ્યા હતા. તેઓ વારંવાર બધી પાસે આવીને છેડછાડ કરી રહ્યા હતા. કેટલાક લોકોએ અચાનક જ બનીને ધક્કો લગાવ્યો જેના કારણે બગી પલટી ખાઈ ગઈ હતી તેવું પોલીસનું કહેવું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment