થોડા દિવસો પહેલા બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યચક થઈ જશો. આ ઘટનામાં એક કોલેજની વિદ્યાર્થીની ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં ફસાઈ ગઈ હતી. આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારના રોજ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં બની હતી. અહીં રેલવે સ્ટેશન પર ગુંટર રાયગઢ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરતી વખતે યુવતીનો પગ લપસી ગયો હતો અને તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચેની જગ્યામાં ફસાઈ ગઈ હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ટ્રેન પણ ઉભી રહી ગઈ હતી.
ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જવાના કારણે યુવતી ખૂબ જ પીડાઈ રહી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતા જ GRP, RPF અને રેલવે એન્જિનિયર્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. યુવતી બેગ સાથે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગઈ હતી. સૌપ્રથમ તેનું બેગ બહાર કાઢવામાં આવ્યું હતું.
જેના કારણે યુવતી ને થોડીક રાહત મળી હતી. ત્યારબાદ પ્લેટફોર્મને સાઈડમાંથી તોડીને યુવતીને બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં યુવતીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં યુવતીને ગંભીર ઇજા પહોંચી નથી.
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુવતીનું નામ શશીકલા છે અને તેની ઉંમર 23 વર્ષની છે. તે દરરોજ ટ્રેનમાં અપડાઉન કરતી હતી. એક એન્જિનિયર સ્ટુડન્ટ છે અને દરરોજ ટ્રેનમાં વિશાખાપટનમની કોલેજમાં જાય છે. ઘટનાના દિવસે તે કોલેજે જવા માટે નીકળી હતી ત્યારે તેની સાથે આ ઘટના બની હતી.
Really a Great job by #RailwayRPF staff, Rescued a lady passenger who caught in between Compartment coach and Platform today while De-boarding at #Duvvada Station . She was saved by breaking the platform carefully and was shifted to nearby Hospital. #Vizag 🙌 pic.twitter.com/NjKJGyrYip
— VIZAG WEATHERMAN 🇮🇳 (@VizagWeather247) December 7, 2022
મળતી માહિતી અનુસાર લગભગ એક કલાકની મહેનત બાદ યુવતીને પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચેની જગ્યા માંથી બહાર કાઢવામાં આવી હતી. મિત્રો કોઈ પણ દિવસ ચાલતી ટ્રેનમાં ચડવાની કે ઉતરવાની ઉતાવળ ન કરવી જોઈએ. કારણકે આપણી એક નાનકડી એવી ભૂલ આપણો જીવ જોખમમાં મૂકી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment