સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને પ્રેમ સંબંધમાં જીવ લેવાની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક બોયફ્રેન્ડએ પોતાની ગર્લફ્રેન્ડનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ ચારેબાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. ધારદાર વસ્તુ વડે આરોપીએ યુવતીના ગળા ઉપર પ્રહાર કર્યા હતા.
આ કારણોસર યુવતી નું તડપી તડપીને કરુણ મોત થયું હતું. પછી આરોપી બોયફ્રેન્ડ એ પણ પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પગલું ભરે તે પહેલા લોકોએ તેને પકડી પાડ્યો હતો. આ છોકરાઓનારી ઘટના આંધ્રપ્રદેશના ગુટુર જિલ્લામાંથી સામે આવી છે. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે. મૃત્યુ પામેલી યુવતીનું નામ તપસ્વી હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી.
તે ડેન્ટલ સ્ટુડન્ટ હતી. લગભગ બે વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર તપસ્વી અને 24 વર્ષીય ગણેશ્વર સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે સારી એવી મિત્રતા થઈ ગઈ હતી અને ધીમે ધીમે બંને એકબીજાને પ્રેમ પણ કરવા લાગ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી બંને વચ્ચે વિવાદો ચાલી રહ્યા હતા. આરોપી યુવક જ્યોતિ સાથે વાત કરવા માંગતો હતો પરંતુ યુવતી તેની સાથે વાત કરવા માગતી ન હતી.
થોડાક મહિના પહેલા મૃત્યુ પામેલી યુવતીએ આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યાર પછી પોલીસે આરોપીને પકડીને છોકરીને હેરાન ન કરવાની અને આ બધું બંધ કરવાની સલાહ આપી હતી. છેલ્લા એક અઠવાડિયાથી મૃત્યુ પામેલી તપસ્યા પોતાની બહેનપણી સાથે રહેતી હતી. આરોપી યુવક તેનું એડ્રેસ જાણે છે અને સોમવારના રોજ તેના ઘરે ગયો હતો.
ત્યાં જઈને તેને તપસ્વી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે ખૂબ જ બોલાચાલી થઈ જાય છે અને બંને ઝઘડવા લાગે છે. ત્યારે ગુસ્સામાં ભરાયેલા આરોપીએ ધારદાર વસ્તુ વડે તપસ્વીના ગળાના ભાગે પ્રહાર કર્યા હતા. આ દ્રશ્યો જોઈને તપસ્વીની બહેનપણી આજુબાજુના લોકોને બોલાવવા માટે દોડી હતી.
ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલી તપસ્વીને આરોપી નીચેની રૂમમાં ખેંચી ગયો અને સ્થાનિક લોકો ત્યાં પગે તે પહેલા તો રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. જ્યારે સ્થાનિક લોકોએ દરવાજો તોડ્યો ત્યારે આરોપીએ પોતાના હાથ ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. પરંતુ તે પહેલા તો લોકોએ તેને પકડી પાડ્યો હતો અને પોલીસને હવાલે કરી દીધો હતો. હાલમાં તેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે અને માસુમ દિકરીનું મોત થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment