22 માળની બિલ્ડિંગમાં અચાનક લાગી ભયંકર આગ, જીવ બચાવવા એક વ્યક્તિ બારીમાંથી કૂદીઓ અને પછી… વીડિયો જોઈને હચમચી જશો…

મિત્રો છેલ્લા થોડા દિવસોથી સમગ્ર દેશભરમાં આગ લાગવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. સુરતમાં બનેલા તક્ષશિલા અગ્નિકાંડ વિશે તમે તો જાણતા જ હશો. ત્યારે મુંબઈમાં બનેલી એક દુર્ઘટનામાં તક્ષશિલા અગ્નિકાંડ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક 22 માળની બિલ્ડિંગમાં શનિવારના રોજ અચાનક જ ભયંકર આગ લાગી ઉઠી હતી.

આ દુર્ઘટનાનો એક હચમચાવી દેનારો વિડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી તેવી માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ સવારે 11:30 વાગ્યાની આસપાસ મલાડના જોઈને જનકલ્યાણ નગરમાં મરીના એન્કલેવ નામની બિલ્ડીંગના ત્રીજા માળે અચાનક જ ભયંકર આગ લાગી હતી.

આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર ફાયર વિભાગ 15 મિનિટમાં ફ્લેટમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે ફ્લેટમાં આગ લાગી ત્યારે ફ્લેટમાં હાજર એક છોકરીએ પોતાનો જીવ બચાવવા માટે બાલ્કની માંથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ફાયર વિભાગની ટીમે સીડી નો ઉપયોગ કરીને છોકરીને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારે સીડી પરથી નીચે ઉતરતી વખતે ઉતાવળમાં છોકરીનો પગ લપસે છે અને તે ત્યાંથી નીચે પડી જાય છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર બાલકની માંથી નીચે પડેલી યુવતીને કોઈ પણ પ્રકારની મોટી ઇજા પહોંચી નથી.

અચાનક બિલ્ડિંગમાં આગ કયા કારણોસર લાગી તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. બિલ્ડિંગમાં આગ લાગતા જ આસપાસના ફ્લેટના લોકો ઘરની લાઈટ અને ગેસ બંધ કરીને બહાર દોડી આવ્યા હતા. આ ઘટનામાં જે ફ્લેટમાં આગ લાગી હતી તેનો અંદરનો સામાન સંપૂર્ણ રીતે બળી ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*