મૃત્યુ ક્યારે આવે તે કોઈને ખબર હોતી નથી. ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં ખુરશી પર બેઠા બેઠા અથવા તો ડાન્સ કરતા કરતા લોકોના મૃત્યુ થતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં મંદિરમાં અચાનક જ એક યુવકનું મોત થતા ચારેય બાજુ માતમ છવાઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
યુવક સાઈબાબાના મંદિરે દર્શન કરવા માટે આવ્યો હતો. ત્યારે તે સાઈબાબાની પ્રતિમા સામે પોતાનું માથું નમાવે છે અને ફરીથી ઊભો થતો નથી. અચાનક જ તેનું સાઈબાબાની પ્રતિમાની સામે જ મોત થયું હતું. સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી રહી છે.
આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ રાકેશ હતું અને તેની ઉંમર 42 વર્ષની હતી. ગુરૂવારના રોજ સાંજના સમયે રાકેશ પોતાના વિસ્તારમાં આવેલા સહાય મંદિરમાં દર્શન કરવા માટે ગયું હતું. મંદિરના ગર્ભગૃહમાં રાકેશ સાઈબાબા ની પ્રતિમાની પરિક્રમા કરતો હતો ત્યારબાદ તે સાઈબાબાની પ્રતિમાની સામે બેસીને માથું નમાવે છે.
ત્યારબાદ લાંબા સમય સુધી રાકેશ પોતાનું માથું નમાવીને બેસી રહે છે. ઘણો સમય થઈ ગયો પરંતુ તે કોઈ પણ પ્રકારનું હલનચલન નથી કરતો તેથી મંદિરમાં હાજર લોકો તેની પાસે ગયા હતા. બધા લોકો રાકેશ ને બોલાવે છે પરંતુ રાકેશ કોઈ પણ પ્રકારનો જવાબ આપતો નથી. પછી જોયું તો રાકેશ બેભાન થઈ ગયો હતો ત્યારબાદ મંદિર મેનેજમેન્ટ દ્વારા રાકેશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
અહીં હાજર ડોક્ટરે રાકેશને મૃત જાહેર કર્યો હતો. રાકેશના પરિવારના લોકોએ તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું નથી તેથી મૃત્યુનું સાચું કારણ જાણી શકાયું નથી. પરંતુ ડોક્ટરનું કહેવું છે કે હાર્ટ એટેક આવવાના કારણે રાકેશ નું મૃત્યુ થયું હશે. આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
પરામર્શ અને તબીબી નિરીક્ષણને કારણે pic.twitter.com/toEwr9P2v5
— GUJJU ROCKZ (@gujju_rockz) December 3, 2022
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો રાકેશ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તે ભાડાના મકાનમાં રહે છે અને મેડિકલ શોપ પર કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રાકેશના મૃત્યુના કારણે એક નાનકડી એવી દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. રાકેશ સાઈબાબા નો ખૂબ જ મોટો ભક્ત હતો અને સાઈબાબાની પ્રતિમાની સામે જ રાકેશ નું મૃત્યુ થતા ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment