હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલા પોતાના પતિનો જીવ લેવા માટે એટલી હદ સુધી જાય છે કે તે જાણીને તમે પણ ચોકી જશો. મહિલા પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિનો જીવ લઈ લે છે. બંને મળીને પતિનો એવી રીતે જીવ લીધો કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આ હચમચાવી દેનારી ઘટના માયાનગરી મુંબઈમાંથી સામે આવી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 24 ઓક્ટોબરના રોજ કલમકાંત શાહ નામના વ્યક્તિને અચાનક જ પેટમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેમને પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લીધી હતી અને ડોક્ટરે જે પ્રમાણે દવા કેદી તે પ્રમાણે તેમને દવા લીધી હતી. છતાં પણ તેમને પેટમાં દુખાવાથી રાહત મળી નહીં. 3 સપ્ટેમ્બરના રોજ કલમકાંત શાહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં દાખલ થયા બાદ કમલકાંત ભાઈના શરીરના અંગો ધીમે ધીમે કામ કરવાનું બંધ કરે છે. જેના કારણે ડોક્ટરને શંકા ગઈ હતી અને ડોક્ટરે કમલકાંત ભાઈના બ્લડની તપાસ કરાવે છે. કમલકાંત ભાઈનો બ્લડ ટેસ્ટ જોઈને ડોક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રિપોર્ટમાં જાણવા મળ્યું કે આર્સેનિક અને થેલિયમનું કમલકાંત ભાઈના શરીરમાં ખૂબ જ વધારે પડતું જોવા મળી રહ્યું છે.
શરીરમાં આ ધાતુઓનું વધુ અસામાન્ય છે. શંકાના આધારે પોલીસે આ ઘટનાની જાણ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં કરી હતી. મુંબઈ પોલીસે કેસ બાંધીને આગળની તપાસ માટે આ કેસ સાન્તાક્રુઝ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. છેવટે આ કેસ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 9 ને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે મેડિકલ રિપોર્ટના આધારે કમલકાંત ભાઈની પત્ની કવિતા અને પરિવારના અન્ય સભ્યોના નિવેદન લીધા હતા.
આ ઉપરાંત કમલકાંત ભાઈના ખોરાક અંગેની પણ માહિતી એકઠી કરી હતી. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક વ્યક્તિની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન માહિતી સામે આવી કે, કમલકાંત ભાઈ ની પત્ની કવિતા અને તેના પ્રેમી હિતેશ સાથે મળીને કમલકાંત ભાઈનું જીવ લેવાનું કાવતરું રચ્યું હતું.
પ્લાનના આધારે આરોપી પત્ની કવિતા કમલકાંત ભાઈના ખોરાકમાં ઝેર (આર્સેનિક અને થેલિયમ) ભેળવતી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે મનુષ્યના શરીરમાં આ ધાતુ પહેલેથી જ હાજર હોય છે. પરંતુ જો મનુષ્યના શરીરમાં આ ધાતુનું પ્રમાણ વધી જાય તો તેનું મોત થઈ જાય છે. સમગ્ર ઘટના બની આબાદ કમલકાંતભાઈને એક દિવસ અચાનક જ પેટમાં દુખાવો પડે છે. તેમની 17 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર ચાલી હતી અને 19 ડિસેમ્બરના રોજ તેમનું મૃત્યુ થયું હતું.
તેમના મૃત્યુ પહેલા તેમની માતાનું 13 ઓગસ્ટના રોજ અવસાન થયું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન બંને આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળી રહ્યું છે કે કમલકાંતની પત્ની એટલે કે આરોપી કવિતાએ પ્રોપર્ટીની લાલચમાં આ પ્રકારનું કૃત્ય કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે 13 ઓગસ્ટના રોજ મૃત્યુ પામેલી કવિતાની સાસુંનું પણ આ જ રીતે મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment