મિત્રો હાલમાં તો સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. આજે અમે તમને એક એવા કિસ્સા વિશે જણાવવાના છીએ જે સાંભળીને તમને નવાઈ લાગશે. લગ્ન બાદ દરેક પતિ પત્નીનું સપનું હોય છે કે તેઓ માતા-પિતા બને.
ઘણા લોકો લગ્ન પછી તરત જ બેબી પ્લાનિંગ કરતા હોય છે અથવા તો ઘણા લોકો થોડાક સમય રાહ જોવે છે અને પછી બેબી પ્લાનિંગ કરતા હોય છે. દુનિયામાં ઘણા એવા દંપત્તિઓ છે જેમનું માતા-પિતા બનવાનું સપનું પૂરું થતું નથી. ત્યારે વર્ષો બાદ માતા-પિતા બનવાનું સપનું પૂરું થતાં દંપત્તિ વિશે આજે આપણે વાત કરવાના છીએ.
હાલમાં આ મામલો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. આ કિસ્સામાં એક વ્યક્તિ 70 વર્ષની ઉંમરે જોડિયા બાળકોનો પિતા બન્યો છે. સમગ્ર કિસ્સાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ કિસ્સો પશ્ચિમ બંગાળના હાવડા માંથી સામે આવી રહ્યો છે.
અહીં 70 વર્ષીય તપન દત્તા અને 53 વર્ષીય રૂપા દત્તા નામના પતિ પત્ની હાલમાં જોડિયા બાળકોના માતા-પિતા બન્યા છે. જોડીયા બાળકોનો જન્મ થતા જ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ તેમને ખૂબ બધાઈ પણ આપી હતી. તપન દત્તાએ વાતચીત કરતા જણાવ્યું કે, 2019 માં અમારો એકનો એક દીકરો અનિધ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો.
ત્યારથી અમારું જીવન સાવ ખાલી થઈ ગયું હતું. જેને ભરવા માટે એક ટેકાની જરૂર હતી. જેથી મેં અને મારી પત્નીએ ફરીથી માતા-પિતા બનવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ અમે ડોક્ટરની પણ સલાહ લીધી હતી. ત્યારે ડોક્ટરે કહ્યું હતું કે આ ઉંમરે મારી પત્ની દત્તાને ગર્ભવતી બનવું ખૂબ જ જોખમી હોઈ શકે છે.
અમે ધૈર્ય રાખ્યું અને હાવડા જિલ્લાના બાલી વિસ્તારના એક ડોક્ટરને મળ્યા હતા. આ ડોક્ટરના પરામર્શ અને તબીબી નિરીક્ષણને કારણે આજે અમે ફરી એક વખત માતા-પિતા બન્યા છે. તેને વધુમાં જણાવ્યું કે મારી પત્નીને ગર્ભવતી હતી ત્યારે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. બાળકોની માતા અને બંને બાળકોને સ્વાસ્થ્ય એકદમ સ્વસ્થ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment