સલામ છે આ પરિવારને..! સુરતની સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત હાથનું થયું અંગદાન…1200 km દૂર આ વ્યક્તિના હાથને…

મિત્રો અંગદાનનું નામ આવે એટલે સુરતનું નામ હંમેશા મોખરે રહે છે. સુરત શહેરમાં અંગદાનને લઈને લોકોમાં ખૂબ જ વધારે જાગૃતતા છે. અત્યાર સુધીમાં તમે આંખોનું, લીવર, કિડની અને હૃદયના અંગદાન વિશે સાંભળ્યું હશે. ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત એક વ્યક્તિના હાથનો દાન કરવામાં આવ્યું છે.

સુરતમાં યુવકને બ્રેનડેડ જાહેર કર્યા બાદ તેના ડાબા હાથનું દાન કરવામાં આવ્યું હતું. પહેલી વખત સુરતની સિવિલ હોસ્પિટલમાં હાથનું દાન કરવામાં આવ્યું છે. સુરતની સિવિલ હોસ્પિટલની અંદર આ એક ઐતિહાસિક કાર્ય થયું છે. ગુજરાતની છઠ્ઠી અને સુરત સિવિલની પહેલી આ ઘટના છે.

આ પહેલા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ત્રણ વખત હાથનું દાન કરવામાં આવ્યું છે અને સુરતની કિરણ હોસ્પિટલમાં બે વખત હાથનું દાન થયું હતું. જ્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં પ્રથમવાર ડાબા હાથનું દાન થયું હતું. એર એમ્બ્યુલન્સની મારફતે આ હાથ 1200 કિલોમીટર દૂર કોચીના એક વ્યક્તિને લગાવવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આનંદના ધનગઢ મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના સોનગીરી ગામના મૂળ વતની આકસ્મિત રીતે પડી ગયા હતા. જેથી તેમની સારવાર સુરતની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. સારવાર દરમિયાન ડોક્ટર દ્વારા તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ડોક્ટરે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.

મૃત્યુ પામેલા વ્યક્તિના પુત્ર અને પરિવારના લોકોએ અંગદાન કરવાની તૈયારી બતાવી હતી. અને ડાબા હાથની જરૂર હોવાથી હાથનું દાન કરવાની પરિવારે સહમતિ આપી હતી. ગુજરાત સરકારની એર એમ્બ્યુલન્સ દ્વારા 1200 km દૂર સુરત થી કોચી અમ્રિતા હોસ્પિટલમાં આ વ્યક્તિના દાવા હાથને પહોંચાડવામાં આવ્યો હતો.

આ દિવસ સુરત સિવિલ હોસ્પિટલ માટે એક ઐતિહાસિક દિવસ હતો. કારણકે પ્રથમ વખત સુરતની સિવિલ હોસ્પિટલમાં હાથનું દાન કરવામાં આવ્યું હતું. હાલમાં આ કિસાની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચારે બાજુ ચાલી રહે છે અને લોકો અંગદાન કરનાર પરિવારના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*