આજે આપણે એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે વાત કરવાના છીએ. 1 ઓક્ટોબરના રોજ બનેલો એક દર્દનાક કિસ્સો હાલમાં સામે આવ્યો છે. એક ઓક્ટોબર ના રોજ એક 2 વર્ષના માસુમ બાળકનું મૃતદેહ પાણીની ટાંકી માંથી મળી આવ્યું હતું. આ ઘટના બની ત્યારે માસુમ બાળક તેના મામાના ઘરે હતો. બાળકના મૃત્યુ બાદ તેના દાદાએ તેનો જીવ લીધો હોય તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાને લઈને જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, બાળકનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ તેની મામીએ જ લીધો છે. બાળકના જીવ લેવાનું કારણ જાણીને તમે પણ હચમચી જ હશો. આરોપી મામી એ સાવ એટલે સાવ નાખી દેવા જેવી બાબત પર બાળકનો જીવ લીધો હતો. મળતી માહિતી અનુસાર આરોપી મામી બાળકની માતા એટલે પોતાની નણંદના ટોણાથી પરેશાન થઈ ગઈ હતી.
તેનો બદલો લેવા માટે આરોપી માતાએ બે વર્ષના માસુમ બાળકોનો જીવ લઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના ભરતપુરના નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચિરાવલ ગુજર ગામની છે. મૃત્યુ પામેલા બાળકનું નામ શિવમ હતું અને તેની ઉંમર બે વર્ષની હતી. શિવમનો જીવ તેની મામી પૂનમે જ લીધો હતો. મૃત્યુ પામેલા બાળકની માતાનું નામ મીના છે.
મીનાને સંબંધ શીખવાડવા માટે પૂનમે બે વર્ષમાં શિવમનો જીવ લઇ લીધો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો 1 ઓક્ટોબરના રોજ મીના શિવમને સુવડાવીને તેની માતા અને બે બહેનો સાથે પશુઓને ચારો આપવા માટે ગઈ હતી. આ દરમિયાન ઘરે બે વર્ષનો માસુમ શિવમ સૂતો હતો અને પૂનમ ઘરે એકલી હતી. એકલતાનો લાભ ઉઠાવીને પૂનમ શિવમને લઈને પાણીની ટાંકીમાં ફેંકી દે છે અને ત્યારબાદ ઘરનું કામ કરવા લાગે છે.
મીના જ્યારે ઘરે આવે છે ત્યારે તેને પોતાનો દીકરો દેખાતો નથી. ત્યારબાદ તેઓ શિવમને શોધવાનું શરૂ કરી દે છે. પડોશીના કહેવાથી મીનાએ પાણીની ટાંકીનું ઢાંકણું ખોલ્યું હતું ત્યારે અંદરથી શિવમનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ પોલીસે એક પછી એક ઘરના બધા સભ્યોની પૂજપર જ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે જ્યારે ઘટના બની ત્યારે પૂનમ ઘરે એકલી હતી. જ્યારે પોલીસે પૂનમની પૂછપરછ કરી ત્યારે પોલીસની શંકાઓ વધી ગઈ હતી. પૂનમ ગર્ભવતી હતી અને તેની ડિલિવરી થવાની હતી તેથી પોલીસે તેની કડક પૂછપરછ કરીને હતી.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે પૂનમ અને મૃત્યુ પામેલા શિવમની માતા મીના વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. આરોપી પૂનમે જણાવ્યું કે તે મીનાના ટોણાથી ખૂબ જ કંટાળી ગઈ હતી અને તેને સબક શીખડવા માટે તેને તેના બે વર્ષના દીકરાનો જીવ લઈ લીધો છે. પોલીસે પૂનમની પૂછપરછ કરી હતી આ દરમિયાન તેને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment