ઈન્સ્ટાગ્રામ પર ‘ગુડ બાય’ નું સ્ટેટસ મૂકીને, 19 વર્ષનો વિદ્યાર્થી 14માં માળેથી નીચે કૂદી ગયો…જાણો શું છે સમગ્ર ઘટના…

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. આજકાલ અને આ યુવાનો અને યુવતીઓ ઘણી વખત નાની-નાની બાબતમાં જીવ ટૂંકાવા જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે મંગળવારના રોજ રાત્રે બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વિદ્યાર્થીએ 14 માં માળેથી નીચે કૂદી ગયો હતો.

જેના કારણે યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ પગલું ભરતા પહેલા વિદ્યાર્થીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર “ગુડ બાય લાઈફ”ની સ્ટોરી મૂકી હતી. આ ઘટના બનતા જ વિદ્યાર્થીના પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

વિદ્યાર્થી પોતાના મોબાઈલ સાથે 14 માં માળેથી નીચે કૂદીયો હતો. જેના કારણે મોબાઇલના પણ બે ટુકડા થઈ ગયા હતા. હવે પોલીસ વિદ્યાર્થીના મોબાઇલની કોલ ડિટેલ્સ રિપોર્ટ મેળવવાની કોશિશ કરી રહી છે. પોલીસને આશા છે કે તેમને કોલ ડિટેલ્સ માંથી કંઈક સબૂત મળશે. આ ઘટના ગાઝિયાબાદમાં મંગળવારન રોજ રાત્રે લગભગ 9:30 વાગ્યાની આસપાસ બની હતી.

મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ વરદાન શર્મા હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી. તે ગાઝિયાબાદની હાઈટેક કોલેજમાં પોલિટેકનિકનો વિદ્યાર્થી હતો. વરદાનના પિતા સુનિલ શર્મા ચશ્મા ની દુકાન ચલાવે છે. સાંજના સમયે વરદાન પોતાના પિતાની દુકાન પર બેઠો હતો. ત્યારબાદ પરિવારને જાણ કર્યા વગર વરદાન ગાજિયાબાદ આવી જાય છે.

સાડા નવ વાગ્યાની આસપાસ વરદાન 14 માં માળેથી કૂદીને પોતાનો જીવ ટૂંકાવી લે છે. આ વાતના સમાચાર વરદાનના પરિવારજનોને 10:00 વાગ્યાની આસપાસ મળે છે. સીસીટીવી ફૂટેજમાં વરદાન 14 માં માળની લિફ્ટ માંથી બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. તેને શા માટે આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. પોલીસે વરદાનની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ તપાસી ત્યારે જાણવા મળ્યું કે, તેને બપોરના સમયે પોતાના એકાઉન્ટ પર “ગુડ બાય લાઇફ…” લખીને સ્ટેટસ મૂક્યું હતું. કદાચ વરદાન ના પરિવારના લોકોને આ વાતની જાણ નહીં હોય નહીંતર વરદાનનો જીવ બચી ગયો હોત.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*