એક જ પરિવારના 6 સભ્યો જીવતા સળગી ગયા, બધાના રીબાઈ રિબાઈને દર્દનાક મોત…સાંભળો કાળજુ કંપાવી દેનારી ઘટના…

મિત્રો આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે મંગળવારના રોજ સાંજના સમયે બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ત્રણ માળના મકાનમાં અચાનક જ આગ લાગી ઉઠતા ચારેબાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. તારી અનુસાર આ ઘટનામાં એક જ પરિવારના 6 સભ્યો જીવતા બળી ગયા છે. જેના કારણે પરિવારના 6 સભ્યોના એક સાથે તડપી તડપીને મોત થયા છે.

મૃતકોમાં પતિ-પત્ની તેમના બે દીકરાઓ સહિત 6 લોકો છે. પરિવારના સભ્યો આટલી ખરાબ રીતે દાઝ્યા હતા કે તેમના મૃતદેહ ની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી. મળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે ઘરની અંદર નવ લોકો હતા. તેમાંથી ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે અને છ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટના ફિરોઝાબાદમાં બની હતી. ફિરોઝાબાદમાં આવેલા પદમનગરમાં મુખ્ય બજારમાં રમણભાઈ પ્રકાશભાઈ રાજપૂત નામના વ્યક્તિનું ત્રણ માળનું મકાન છે. તેના ભોયરામાં અને ગ્રાઉન્ડ ફ્લોર પર ઈલેક્ટ્રીક, ફર્નિચર અને જ્વેલરીની દુકાન છે. તેમનો દીકરો મનોજ અને નીતિનનો પરિવાર ઉપરના બીજા માળે રહે છે. મળતી માહિતી અનુસાર ગ્રાઉન્ડ ફ્લોર પર ઈલેક્ટ્રીક શોપ ની બાજુમાં એક ગેલેરી બનાવવામાં આવી છે.

આની ઉપર જવાનો રસ્તો હતો. ઇન્વર્ટર ચાર્જ માટે એક પેનલ બનાવવામાં આવી હતી. તેમાં અચાનક જ શોર્ટ સર્કિટ થતાં આગ લાગી ઉઠી હતી. જ્યારે આગ લાગી ત્યારે મનોજભાઈ દુકાન ની અંદર બેઠા હતા અને તેમની સાથે તેમની છ વર્ષની દીકરી પણ ત્યાં હતી. આગ લાગેલી જોઈને મનોજભાઈ પોતાની દીકરીને રોડ ઉપર ફેંકી દીધી હતી. અને પોતાના પરિવારના સભ્યોનો જીવ બચાવવા માટે તેઓ પહેલા માળ તરફ દોડીયા હતા.

આગ આટલી ભયાનક હતી કે માત્ર ગણિતની મિનિટોમાં જ આગ આખા માળમાં લાગી ગઈ હતી. મનોજભાઈ પોતાના પરિવારના સભ્યોને બચાવવા માટે ઘરની અંદર જાય છે પરંતુ તે પણ આગની ઝપેટમાં આવી ગયા હતા અને બહાર નીકળી શક્યા ન હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. લગભગ અઢી કલાકની મહેનત બાદ ફાયર વિભાગની ટીમે ઘર પર લાગેલી આગમાં કાબુ મેળવ્યો હતો.

ત્યારબાદ મૃત્યુ પામેલા તમામ લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં પરિવારના છ સભ્યોના મૃત્યુ થયા હતા. જેમાં 35 વર્ષીય મનોજકુમાર, તેમની 31 વર્ષીય પત્ની નીરજ, મનોજભાઈનો 12 વર્ષનો દીકરો, બીજો 8 વર્ષનો દીકરો, નીતિનભાઈની 32 વર્ષીય પત્ની શિવાની, નીતિનભાઈની ત્રણ મહિનાની દીકરી તેજસ્વીનું ઘટનામાં મૃત્યુ થયું છે. એક જ પરિવારના છ સભ્યોના મૃત્યુ થતાં ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*